(એ.આર.એલ),જામનગર,તા.૨૩
ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એટીએમમાં છેડછાડ કરીને ૫૦થી વધુ ચોરીને અંજામ આપનાર ગેંગને જામનગર પોલીસ એલસીબી ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને પકડવામાં આવી છે.
સેકશન રોડ અને ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા એટીએમમાં છેડછાડ કરીને ખાતામાંથી રોકડ રકમને તફડાવી લેવાની ફરિયાદો દાખલ થઈ હતી. છેલ્લા થોડા સમયથી એટીએમ મશીનમાં છેડછાડ કરીને રૂપિયા કાઢી લેતા હોવાના બનાવો સામે આવતા એસપી પ્રેમસુખ ડેલુ અને ઈન્ચાર્જ એસપી વી. કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસ એલસીબી ટીમે આ દિશામાં સઘન કાર્યવાહી હાથ ધરી હતી.આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, છ્‌સ્ કેસ ડીસ્પેન્શરમાં છેડછાડ કરીને રૂપિયાની ચોરી કરનાર ગેંગના ત્રણ ઈસમો સંગઠિત ટોળકી બનાવીને સેલ્ટોસ કાર નં જીજે૧૮બીએમ૬૮૬૯ લઈને શહેરના પંચવટી કોલેજના ખૂણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસેના રોડ પર આવેલા છે. અહીં એટીએમ માંથી પૈસા કાઢવાની તૈયારી કરવા આંટાફેરા કરે છે.
આ બાતમીના આધારે પોલીસે સ્થળે પહોંચી રાજસ્થાન બિકાનેરના ડુંગરગઢ તાલુકાના કલ્યાણસર ગામના પુનમખાન ડયાલખાન માલીયા, કલ્યાણસરના રામપ્રકાશ રામકરણ ગોદારા, રાજસ્થાનના બાડસર ગામના ગૌરીશંકર ગીરધરલાલ સુથારને પકડી લીધા હતા. તપાસમાં ધાનેરુ ગામના હરમનરામ નથુરામ ભાકરની સંડોવણી ખુલી હતી, જેની તપાસ જામનગર એલસીબી દ્વારા ચાલુ છે.
પોલીસ તપાસમાં ૪૭,૫૦૦ રોકડ, સેલ્ટોસ કાર, ડીસમીસ, સેલોટેપ, કટર, ફેવિક્વક, પીવીસી પટ્ટીઓ, છ્‌સ્ કાર્ડ, ૩ મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓએ અલગ અલગ જિલ્લાના ૫૦થી વધુ એટીએમમાં છેડછાડ કરીને આશરે સાડા ચાર લાખથી વધુની રકમ ચોરી કર્યાનું તપાસમાં ખુલ્યુ છે. આરોપી ગૌરીશંકર બારડોલી અને નવસારીમાં બે ગુનામાં સંડોવાયેલ છે અને એક ગુનામાં જેલવાસ ભોગવી ફરી આવા ગુનાને અંજામ આપતા પોલીસના સકંજામાં આવી ગયો છે.આ ટોળકી ભેગા મળી કોઈ  ને ટાર્ગેટ કરતી. પછી એટીએમના કેસ ડીસ્પેન્સર પર તેના માપની અને તેને મળતી કલરની પ્લાસ્ટકની પટ્ટી ફેવિક્વીક વડે ચોંટાડી દેતા. જ્યારે કોઈ એટીએમ ધારક રૂપિયા ઉપાડવા કાર્ડ નાખતા અને રૂપિયા કેશ ડિસ્પેન્સરમાંથી બહાર ન નીકળતા, કંટાળીને એટીએમ ધારક બહાર નીકળી જાય. ત્યારબાદ આરોપીઓ એટીએમમાં જઈને પોતે લગાવેલ પ્લાસ્ટકની પટ્ટી ઉખેડી કેસ ડીસ્પેન્સરમાંથી રૂપિયા લઈને ચોરી કરી જતા હતા. આ ગેંગના ત્રણેય આરોપી પ્લેન મારફતે અન્ય રાજ્યમાં એટીએમમાં ચોરી કરવા જતા હતા.