બાબરા પોલીસ સ્ટેશનમાં ભાવેશભાઈ ઉર્ફે રાહુલ શંભુભાઈ મેતલીયાની સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ ૧૮ મુજબની કલમો સાથે ફરિયાદ થતાં તેની અટક કરવામાં આવેલ હતી. પોલીસે આરોપી સામે પૂરતા પુરાવાઓ એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ કરેલ. ત્યારબાદ કેસની ટ્રાયલ શરૂ થયેલ જેમાં ફરિયાદી, પંચો, સાહેદો, સરકારી સાહેદો, એફએસએલ અધિકારી, ડોક્ટર્સ તથા કેસની તપાસ કરનારની વિગતો ધ્યાને લઇને અંતે કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ. આ કેસમાં બચાવ પક્ષે ધારાશાસ્ત્રી જે. આર. વાળા, એન. પી. વસાણી અને એચ. આર. મેવાડા રોકાયેલા હતા.