એનઓસી મેળવવામાં મદદ કરવા માટે એક વ્યક્તિ પાસેથી લાંચ લેનારા સ્પેસિફિક ફાયર પ્રોટેક્શન લિમીટેડના સેલ્સ એક્ઝીક્યુટીવ કૌશિક પીપરોતરની એસીબીએ ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ફરિયાદી પ્રોપર્ટી એક્સપો ૨૦૨૪ માટે ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવા માંગતો હતો. જેના માટે ફાયર એનઓસી મેળવવી જરૂરી હતી. આથી તેણે સ્પેસીફિક ફાયર પ્રોટેકશન કંપનીના સેલ્સ એક્જીખ્યુટીવ કૌશીક પીપરોતરનો સંપર્ક સાધ્યો હતો. પીપરોતરે તે રાજકોટમાં ફાયર વિભાગમાં એનઓલી એપ્રુવ કરનારા અધિકારીને ઓળખે છે અને એનઓસી મંજુર કરાવવી હોય તો કાયદેસરની ફી અને રી,૩૦,૦૦૦ પોતાને ચુકવવા પડશે, એમ જણાવ્યું હતું.
બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. આથી એસીબીના અધિકારીઓએ રાજકોટમાં નાણાવટી ચોક મોમાઈ ચા સેન્ટર પર જાળ બિછાવીને રૂ. ૩૦,૦૦ ની લાંચ લેતા કૌશીક પીપરોતરની રંગેહાથ ધરપકડ કરી હતી.