એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ તેમના રાજીનામાની જાહેરાત કરી છે. રેએ કહ્યું છે કે જા બિડેનનો કાર્યકાળ પૂરો થશે ત્યારે જ તેઓ જાન્યુઆરીમાં એફબીઆઈ ડિરેક્ટરનું પદ છોડી દેશે. ક્રિસ્ટોફર રે દ્વારા આ જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના એક અઠવાડિયા પછી આવી છે જેમાં ટ્રમ્પે એફબીઆઈના નવા ડિરેક્ટર તરીકે કશ પટેલની નિમણૂકની જાહેરાત કરી હતી.
ક્રિસ્ટોફરે બુધવારે એફબીઆઈ હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠકમાં રાજીનામાની જાહેરાત કરી હતી. રેના ૧૦ વર્ષના કાર્યકાળમાં હજુ ત્રણ વર્ષ બાકી છે. જાકે, ટ્રમ્પે જ્યારે એફબીઆઈના નવા ડાયરેક્ટર તરીકે કશ પટેલની નિમણૂક કરવાની જાહેરાત કરી ત્યારે એવી ચર્ચા હતી કે ક્રિસ્ટોફર રે સમય પહેલા રાજીનામું આપી શકે છે, પરંતુ ટ્રમ્પે શપથ ગ્રહણ કરે તે પહેલાં જ ક્રિસ્ટોફર રેએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે નવી સરકાર સાથે કોઈપણ પ્રકારના સંઘર્ષને ટાળવા માટે, ક્રિસ્ટોફર રેએ પદ છોડવું વધુ સારું માન્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે એેફબીઆઈને રાજકારણથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો.
પોતાના રાજીનામાની જાહેરાત કરતા ક્રિસ્ટોફર રેએ કહ્યું કે ‘તેમના રાજીનામાની જાહેરાત કરવી તેમના માટે સરળ નથી. “મને આ સ્થાન ગમે છે અને મને મારી નોકરી ગમે છે, પરંતુ મારું ધ્યાન હંમેશા એફબીઆઈ માટે શું યોગ્ય છે તેના પર રહ્યું છે.” જ્યારે રેએ આ જાહેરાત કરી ત્યારે સભામાં હાજર ઘણા લોકોની આંખોમાં આંસુ જાવા મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પણ રેના રાજીનામાની જાહેરાત પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે આને અમેરિકા માટે સારો દિવસ ગણાવ્યો છે અને આનાથી અમેરિકાના ‘અન્યાય વિભાગ’નું હથિયાર બંધ થશે