એમ.એસ યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. બીજા વર્ષમાં એમ. વિશ્વસરાય છાત્રાલયના હોલમાં ટેકનોલોજીનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પંખા સાથે ચાદર લટકાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતદેહનો કબ્જા મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે.
એમ.એસ. યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતક વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી વડોદરામાં અભ્યાસ કરવા આવ્યો હતો. પોલીસે હોસ્ટેલ વોર્ડનનું નિવેદન નોંધ્યું છે અને વિદ્યાર્થીના મૃત્યુના કેસની વધુ તપાસ કરી રહી છે.