દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ વિકસિત ભારત જ્ર૨૦૪૭ ના વિઝન હેઠળ બાયોમાઇનિંગ, જમીન સુધારણા અને હરિયાળી દિલ્હી તરફ સરકારના પ્રયાસોના ભાગ રૂપે ભાલસ્વા લેન્ડફિલ સાઇટ પર વાંસ વાવેતર અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન દિલ્હીના એલજી વી કે સક્સેનાએ કહ્યું, “અમે ભાલસ્વા લેન્ડફિલ સાઇટ પર છીએ. દિલ્હીમાં આ એક નવી શરૂઆત છે. બે વષર્થી સાફ કરાયેલી જમીન પર આજે વૃક્ષારોપણ શરૂ થયું છે. આજે અહીં ૨૦૦૦ વાંસના છોડ વાવવામાં આવ્યા છે અને એક મહિનામાં કુલ ૫૪૦૦૦ છોડ વાવવામાં આવશે.”
તેમણે કહ્યું, ‘વાંસને એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે તે ૩૦% વધુ ઓકસીજન આપે છે અને અમારી સરકાર દિલ્હીને ટૂંક સમયમાં પ્રદૂષણ મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખે છે.’ વાંસ ઓછું પાણી વાપરે છે અને ઝડપથી વધે છે. એક વર્ષની અંદર, જ્યારે તમે લેન્ડફિલ સાઇટની બહાર પસાર થશો, ત્યારે તમને કચરાના પહાડોને બદલે હરિયાળી દેખાશે. બીજી તરફ, દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું, ‘વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે, બધી ઊંચી ઇમારતો, હોટલો, વાણિજ્યક સંકુલ અને એરપોર્ટ અને બાંધકામ સ્થળો જેવા મુખ્ય મથકોમાં ‘ધુમ્મસ વિરોધી ગન’ લગાવવી ફરજિયાત રહેશે.’
સિરસાએ કહ્યું કે દિલ્હીએ બીજાઓ પાસેથી કાયર્વાહીની અપેક્ષા રાખતા પહેલા પોતાની સિસ્ટમમાં સુધારો કરવો પડશે. તેમણે તમામ સંબંધિત વિભાગોને પ્રદૂષણનો સામનો કરવા માટે વિગતવાર બ્લુપ્રિન્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો અને રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણમાં દિલ્હી એરપોર્ટ અને અન્ય મુખ્ય સ્થળોની ભૂમિકા અંગે ડેટા માંગ્યો. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સીલના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા, સિરસાએ કડક પ્રદૂષણ નિયંત્રણ પગલાંની જરૂરિયાત પર ભાર મૂકયો અને કહ્યું કે જા જરૂર પડશે તો નવા કાયદા લાવવામાં આવશે.