શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના DLSS ખેલાડીઓને તેમની ઉત્કૃષ્ટ રમત-ગમત સિદ્ધિઓ બદલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. વર્ષ ૨૦૨૩-૨૪ માં નેશનલ કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર નીચેના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં હડિયા સુમીતા જીલુભાઈ, સોલંકી દિવ્યા અરવિંદભાઇ, ચૌહાણ સુનિતા હરેશભાઇ, બારૈયા નિધિબેન દિનેશભાઇ, ગજેરા માનસી મહેશભાઈ, ચૌહાણ ઇશાના અશોકભાઈ, મકવાણા દર્શનાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ યોજના (DLSS ) અંતર્ગત શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસમાં અભ્યાસ કરે છે. તેઓના સન્માન સમારોહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડાયરેક્ટર જનરલ ડો. નીનામા સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રી મનસુખભાઈ ધાનાણી, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી અને રમત-ગમત વિકાસ અધિકારી પૂનમબેન ફુમકીયા દ્વારા ખેલાડીઓ અને કોચ-ટ્રેનરોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.