અમરેલીના શ્રીમતી એસ.એચ. ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ૨૦૨૪માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ પરીક્ષામાં અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરંતુ શ્રીમતી એસ.એચ. ગજેરા કેમ્પસના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી જોષી વ્રજેશ ભાવેશભાઈએ રાજ્ય કક્ષાએ પસંદગી મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત, ગુજરાતી માધ્યમના નિમાવત હર્ષ રાજુભાઈએ તાલુકા કક્ષાએ પ્રથમ અને આદ્રોજા જશ ઉદયભાઈએ દ્વિતીય ક્રમ મેળવીને શાળાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. આ સિદ્ધિ માટે શાળાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રી મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.