અમરેલી જિલ્લા લેઉવા પટેલ સંચાલિત શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થિની ખુશી મહેશભાઈ ડાલીયાએ રાજયકક્ષાએ જુડો સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસ.એચ. ગજેરા શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થિનીઓ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અમરેલી જિલ્લાનું નામ રોશન કરી રહી છે. ખુશી ડાલીયાએ રાજયકક્ષાએ જુડો સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવતા સંકુલ પરિવાર તરફથી વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.