(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧
આજથી નવેમ્બર મહિનાની શરૂઆત થઈ છે અને પહેલી નવેમ્બરે જ સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ઝટકો મળ્યો છે. નવેમ્બર મહિનાની પહેલી તારીખથી ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. ઓઈલ કંપનીઓએ જારી કરેલા લેટેસ્ટ રેટ મુજબ ગેસ સિલિન્ડર હવે ૬૨ રૂપિયા મોંઘો પડશે.
૧૯ કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી ૬૨ રૂપિયા વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ હવાઈ ભાડામં પણ વધારો થવાના સંકેત આપતા એટીએફના ભાવ વધાર્યા છે.રાહતની વાત એ છે કે ઓઈલ કંપનીઓએ ઘરેલુ રાંધણ ગેસના બાટલામાં ભાવ વધારો કર્યો નથી. એટલે કે ૧૪.૨ કિલોગ્રામવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. જાણો મહાનગરોમાં શું છે ભાવ.
દિલ્હી – ૮૦૩ રૂપિયા
કોલકાતા – ૮૨૯ રૂપિયા
મુંબઈ – ૮૦૨.૫૦ રૂપિયા
ચેન્નાઈ – ૮૧૮.૫૦ રૂપિયા
દિવાળી સીઝનમાં ફ્લાઈટમાં ફરવું મુસાફરોને મોંઘુ પડી શકે છે કારણ કે ઓઈલ કંપનીઓએ જેટ ફ્યૂલના ભાવમાં વધારો કર્યો છે. આવનારા દિવસોમાં ફ્લાઈટ ટિકિટના ભાવ વધી શકે છે. અત્રે જણાવવાનું કે નવેમ્બરની પહેલી તારીખથી ઓઈલ કંપનીઓએ જેટ ફ્યૂલ એટલે કે એટીએફના ભાવમાં લગભગ ૩૦૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વધારો કરવાની જાહેરાત કરી છે. મેટ્રો શહેરોમાં ભાવ જાઇએ તો દિલ્હી – ૯૦,૫૩૮.૭૨ રૂપિયા,કોલકાતા – ૯૩,૩૯૨.૭૯ રૂપિયા,મુંબઈ – ૮૪,૬૪૨.૯૧ રૂપિયા,ચેન્નાઈ – ૯૩,૯૫૭.૧૦ રૂપિયા છે.