અમરેલી જિલ્લામાં ઓડિટ માટે લીલીયા તાલુકાના આચાર્યો પાસેથી રૂ.૭૦૦ના ઉઘરાણા કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી મહેન્દ્રભાઈ કાવઠીયાએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, બીઆરસી કો.ઓર્ડીનેટર લીલીયાના અભિષેકભાઈ ઠાકર અને સીઆરસી પ્રવિણભાઈ રાખશીયા દ્વારા દરેક આચાર્ય પાસેથી ઓડિટ ફી પેટે ૭૦૦ રૂપિયાનું ઉઘરાણુ કરવામાં આવી રહ્યુ છે.
આ ઉઘરાણી શા માટે કરાય છે તેની તપાસ કરવા અંતમાં મહેન્દ્રભાઈ કાવઠીયાએ જણાવ્યું હતું. રજૂઆતનાં પગલે શિક્ષણ વિભાગ દ્વારા એસએસએનાં એકાઉન્ટ ઓફિસરને સમગ્ર મામલાની તપાસ સોંપાઈ છે. જેમાં લીલીયા તાલુકાના તમામ આચાર્યોનો જવાબ લેવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.