વિસાવદર તાલુકાના મુંડીયા રાવણી ગામના ભરતભાઈ ખોડાભાઈ ડેડાણીયા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેઓ તેમના સસરાના ઘરે ઓળીયા ગામે આવ્યા હતા. જે બાદ તેઓ તેમના ઘરે મુંડીયા રાવણી ગામે જવા નીકળ્યા હતા. આ સમયે નેસડી ગામે ચલાલા તરફ જતાં પુલ પાસે આવેલા પાન માવાના ગલ્લા પાસેથી ખિસ્સામાં રાખેલા ૨૩,૯૯૯ રૂપિયાની કિંમતના ફોનની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય. એસ. વનરા વધુ તપાસ કરી રહ્યા છે.