(એ,આર.એલ),મુંબઇ,તા.૧૫
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચની તૈયારી કરી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૨ નવેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે જેમાં ૫ મેચ રમાશે. આ શ્રેણીની પહેલી જ મેચ પર્થ સ્ટેડિયમની ઝડપી અને ઉછાળવાળી પીચ પર રમાશે, જેની તૈયારી માટે ટીમ ઈÂન્ડયા ઘણો પરસેવો પાડી રહી છે. જાકે, ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદથી ટીમ ઈન્ડયાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
વાસ્તવમાં, ટીમ ઈન્ડયાના મિડલ ઓર્ડર બેટ્‌સમેન સરફરાઝ ખાનને ગુરુવાર, ૧૪ નવેમ્બરના રોજ ડબ્લ્યુએસીએ ખાતે ભારતના પ્રેક્ટસ સેશન દરમિયાન નેટ્‌સમાં બેટિંગ કરતી વખતે કોણીમાં ઈજા થઈ હતી. ‘ફોક્સ ક્રિકેટ’ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં, સરફરાઝ નેટમાંથી બહાર નીકળતી વખતે તેનો જમણો હાથ પકડેલો જાવા મળ્યો હતો. આ દરમિયાન તે થોડો અસહજ દેખાઈ રહ્યો હતો. જાકે, એવું જાણવા મળ્યું છે કે ઈજા ગંભીર નથી અને બેટ્‌સમેનને એમઆરઆઈ કરાવવાની જરૂર નથી.
સરફરાઝ પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં રમી શકે છે કારણ કે ભારતીય કેપ્ટન રોહિત શર્માના પ્રથમ ટેસ્ટમાં રમવા અંગે શંકા છે. રોહિત તેના બીજા બાળકના જન્મ માટે હજુ પણ મુંબઈમાં છે. જા રોહિત સિરીઝની પ્રથમ મેચ માટે ઉપલબ્ધ ન હોય તો લોકેશ રાહુલને યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે કહેવામાં આવી
આભાર – નિહારીકા રવિયા શકે છે, જે મિડલ ઓર્ડરમાં સરફરાઝ માટે જગ્યા બનાવશે.
જા કે સરફરાઝની જેમ કેએલ રાહુલને પણ પર્થ ટેસ્ટ મેચ પહેલા ઈજાનો સામનો કરવો પડ્યો હતો. કેએલ રાહુલ શુક્રવારે સવારે વાકા, પર્થમાં પ્રેÂક્ટસ દરમિયાન ઘાયલ થયો હતો. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પહેલા સેન્ટર વિકેટ મેચ સિમ્યુલેશન દરમિયાન કેએલને જમણી કોણીમાં ઈજા થઈ હતી. આનાથી ભારતનો તણાવ વધી ગયો છે. નોંધનીય છે કે આ પહેલા ટીમ ઈÂન્ડયા પર્થમાં રુતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળ ઈન્ડયા છ સામે ઈન્ટ્રા સ્ક્વોડ મેચ રમવાની હતી પરંતુ તે રદ કરવામાં આવી હતી. આ પછી ભારતીય ટીમે પર્થમાં સેન્ટર વિકેટ મેચ સિમ્યુલેશનની પ્રેÂક્ટસ કરવાનો નિર્ણય કર્યો.