ખાંભાના કંટાળા ગામે વાડીના શેઢે પીઢીયા નંખાવવા મુદ્દે બબાલ થઈ હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે જાલીમભાઈ હકુભાઈ હનુભાઇ દેવાયતભાઇ રાઠોડ તથા બીજલભાઇ દેવાયતભાઇ રાઠોડ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ખેતરની બાજુમાં આરોપીઓનું ખેતર આવેલું છે. બન્નેના ખેતરની વચ્ચે શેઢામાં તેઓ મજુરો પાસે પીઢીયા નખાવતા હતા. જે પીઢીયા નાંખવા બાબતે આરોપીઓએ તેમને તથા સાહેદોને જેમફાવે તેમ ગાળો આપી, માથાના ભાગે લાકડુ માર્યુ હતું. ઉપરાંત મુંઢ માર મારી બન્ને આરોપીઓએ તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન.કીકર વધુ તપાસ કરી રહ્યા છે.