કચ્છ સરહદે બે સુરક્ષા જવાનના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કચ્છના દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડીહાઈડ્રેશનના કારણે બે જવાન મૃત્યુ પામ્યા છે.લખપત નજીક ના અટ્ટપટા ક્રિક વિસ્તારના પીલર નંબર ૧૧૩૬ પાસે આ બનાવ બન્યો છે.
કચ્છમાં સરહદ પર ડીહાઈડ્રેશનના કારણે બે જવાનના મૃત્યુ થયાના સમાચાર સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ સરહદે પેટ્રોલિંગ દરમ્યાન ૬ જવાનોને ડીહાઈડ્રેશનની અસર થઈ હતી . જેમાંથી એક જવાન અને અધિકારીનું મોત થયું છે.
આ સમગ્ર ઘટના બાદ સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે બીએસએફ વધુ તપાસ કરશેની હાલ માહિતી મળી રહી છે. હાલ બંને મૃતદેહને ભુજની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
કચ્છનો આ અટ્ટપટા ક્રિક વિસ્તાર કે આ ઘટના બની હતી જેમાં ડીહાઈડ્રેશનના કારણે ૨ જવાનની હાલત લથડી હતી જે બાદ બન્ને સુરક્ષા જવાનના મૃત્યુ થયા છે. બન્ને જવાનના મૃતદેહ હાલ પોશમોટમ માટે લઈ જવામાં આવ્યા છે.