મહેસાણામાં કડીની એક સગીરા પર નરાધમોએ દુષ્કર્મ આચર્યું. કડી નજીકના ગામે રહેતી સગીરા પર તેના જ ગામના યુવાને નજર બગાડી. ગામના જ યુવાન દ્વારા સગીરા વાંરવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું.
યુવાન સગીર પર દુષ્કર્મ આચર્યા બાદ ફોટા પાડતો હતો. અને સગીરાને આ ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. યુવાનના કૃત્યથી કંટાળીને આખરે સગીરાએ પરિવારને જાણ કરી. ગામનો જ યુવાન સગીરાને હેરાન કરતો હોવાનું જાણ થતા પરિવારને આઘાત લાગ્યો હતો. સગીરા પર થતા અત્યાચારથી પરિવાર પણ દુઃખી થયો. પીડિતના પરિવારે ન્યાય મેળવવા યુવાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
અગાઉ પણ કડીમાં સગીર પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં કડીના રાજીવનગરમાં રહેતા બે શખ્સોએ કડી-ઉંટવા રોડ પર આવેલી ઓઈલ મિલની ઓરડીમાં અને તળાવ પાસે બાવળની ઝાડીમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. બંને શખ્સો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જા કે પીડિતાએ તમામ હકીકત પરિવારને જણાવતા તેમણે કડી પોલીમાં બંને શખ્સો સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.