જાફરાબાદના કડીયાળી ગામે રહેતી એક વિદ્યાર્થિનીએ ભણવાની ચિંતામાં ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામી હતી. જેના કારણે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. બનાવ અંગે માલાભાઈએ જાણ કર્યા મુજબ, તેમની પુત્રી છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ-૧૦ માં નાપાસ થતી હતી અને આ વર્ષે પરીક્ષામાં પાસ થઇ ગઈ હતી. હવે ધોરણ-૧૧ માં પ્રવેશ લેવાનો હતો અને ધોરણ-૧૧ માં ભણી શકશે નહી તેની બીક લાગતી હોવાથી સતત મુંઝવણ અને ચિંતામાં રહેતી હતી. જેથી તેણે ગળાફાસો ખાઇ લેતાં મરણ પામી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.પી.બારૈયા વધુ તપાસ કરી રહ્યા છે. ધારીના સુખપુર ગામે રહેતા એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં મોત થયું હતું. ખંભાળા ગામની પરિણીતાએ ઝેરી દવા પીધા બાદ સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં તેનું મોત થયું હતું.’