બંધારણનું અપમાન કરનાર કથાકાર ચંદ્ર ગોવિંદદાસે માફી માંગી છે. અહેવાલ બાદ કથાકાર ચંદ્ર ગોવિંદદાસે માફી માંગી, તેમણે કહ્યું કે તેમના નિવેદનને લઇને ગેરસમજ ઉભી થઇ છે તેઓ માત્ર એટલું કહેવા માંગતા હતા કે દીકરીઓની સુરક્ષા નથી થતી, ન્યાય નથી મળતો. તેમણે કહ્યું કે મેં કોઇ વ્યક્તિ કે સમાજનું નામ લઇ બંધારણ પર નિશાન સાધ્યુ નથી, અને કોઇ ખરાબ ભાવ કે ખરાબ હેતુથી નિવેદન નથી આપ્યું. છતા પણ કોઇની લાગણી દુભાઇ હોય તો હુ ક્ષમાં માંગુ છું.
કથાકાર ચંદ્ર ગોવિંદદાસે વ્યાસપીઠ પરથી બંધારણનું અપમાન કરતા મામલો ખુબજ વિવાદમાં આવ્યો હતો.. પોતાના એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે લોકો સંવિધાન અને સરકારના ભરોસે બેઠા છે કે આ અમને સુખી કરશે પરંતુ કાયદો શું કરવાનો.. તેમણે આગળ બોલતા કહ્યું કે જે સંતાનોને ૨૦ વર્ષ સુધી તમે પાળી પોષીને ઉછેર કર્યો તે સંતાન પોતાની જાતે કોઇની પણ સાથે લગ્ન કરી લે તો તમે કંઇ ન કરી શકો તેવો કાયદો છે… વધારે વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું કે આ બંધારણ બનાવનારા કેટલા મુર્ખા હશે.. આ બંધારણે આપણા દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે.. તેમણે આગળ કહ્યું કે સંવિધાન ધર્મના આધારે હોવું જાઇએ.