અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આટ્ર્સ કોલેજ, અમરેલી ખાતે BCA વિભાગ દ્વારા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોને CMAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નિઃશુલ્ક ક્લાસની પહેલ કરી હતી. આ ક્લાસ માટે કરણભાઇ વેગડ જેઓ websankul ના સ્ટાફ છે.આ પહેલથી અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓને બીજા શહેરમાં જઈને તૈયારી કરવી ના પડે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા માટે BCA વિભાગના HOD વિપુલભાઈ બાલધા તથા જોષી અભિષેકભાઈ એ જહેમત ઉઠાવી હતી.આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ, મનસુખભાઇ ધાનાણી તથા કેમ્પસ ડાયરેકર વસંતભાઈ પેથાણીએ સ્ટુડન્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખુબ સારું પરિણામ લાવી સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.