અમરેલીના કમીગઢ ગામે રહેતો યુવક તેના પુત્રને લઈ મોટર સાયકલ પર જતો હતો ત્યારે એક મોટર સાયકલ ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મિતુલભાઈ સુરેશભાઈ ગોલ (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, કેરાળા રોડ પર ખેતર પાસે અજાણ્યો મોટર સાયકલ ચાલક તેમને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જેમાં તેમને તથા તેના પુત્રને ઈજા પહોંચી હતી.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ગોવિંદભાઈ આલાભાઈ પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.