ધારીના કરમદડી ગામે રહેતી એક પ્રૌઢાનું સર્પદંશથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ સંદર્ભે મંગાભાઈ શ્યામજીભાઈ પાટડીયા (ઉ.વ.૭૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની મંજુબેન મંગાભાઈ પાટડીયા (ઉ.વ.૭૫) ઘરે ઓસરીના પગથિયા ઉપર બેઠા હતા ત્યારે પગ નીચે મુકવા જતા સર્પ પગ નીચે કચડાઈ જતાં જમણા પગની ટચલી આંગળી પર દંશ માર્યો હતો. જેના કારણે શરીરમાં ઝેરની અસર થતાં મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.બી.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.