માંગવાપાળ ગામે રહેતા જલ્પાબેન મહેશભાઈ ઠેસીયા (ઉ.વ.૩૩)એ મૂળ બાબરા તાલુકાના ઈંગોરાળા ગામના અને હાલ સુરતમાં ખોલવડ ગામમાં રહેતા મહેશભાઈ હીંમતભાઈ ઠેસીયા, હંસાબેન હીંમતભાઈ ઠેસીયા, હીંમતભાઈ નાનજીભાઈ ઠેસીયા, નણંદ પિનલબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમને કરિયાવરમાં તું કંઈ લાવી નથી તેમ કહી તેના માતા-પિતા પાસેથી પૈસા મંગાવવાનું કહેતા હતા. તેમણે પૈસા ન મંગાવતાં ગાળો બોલીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.