ગદર, હમરાઝ, ભુલ ભૂલૈયા અને ગદર ૨ જેવી બ્લોક બસ્ટર હિટ ફિલ્મોમાં કામ કરનાર અમીષા પટેલે વર્ષ ૨૦૦૦ માં એક્ટર ડાયરેક્ટર રાકેશ રોશનની ફિલ્મ કહોના પ્યાર હૈ થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. કહોના પ્યાર હૈ ફિલ્મમાં અમીષા પટેલ સાથે ઋત્વિક રોશનને પણ ડેબ્યુ કર્યું હતું. બંનેની આ પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હીટ સાબિત થઈ હતી.
અમીષા પટેલે આ ફિલ્મને લઈને તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમીષા પટેલે જણાવ્યું કે પહેલા કરીના કપૂર આ ફિલ્મથી ડેબ્યુ કરવાની હતી. આ વાત તો જગજાહેર છે પરંતુ અમીષા પટેલે એવું કહ્યું કે રાકેશ રોશનને કરીના કપૂરને ફિલ્મમાંથી કાઢી મુકી હતી. ત્યાર પછી કરીના કપૂર એ અભિષેક બચ્ચન સાથે તે વર્ષમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રેફ્યુજીથી ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધી ચર્ચા એવી હતી કે કરીના કપૂર એ તેની માતા બબીતાના કહેવાથી કહોના પ્યાર હૈ ફિલ્મ છોડી હતી.
અમીષા પટેલે તેના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, કરીના કપૂર એ કહોના પ્યાર હૈ ફિલ્મ જાતે નથી છોડી, તેને ફિલ્મમાંથી હટાવવામાં આવી હતી. અમીશા પટેલેએ ખુલાસો પણ કર્યો કે કરીના કપૂરને શા માટે હટાવવામાં આવી તે વાત ડાયરેક્ટર રાકેશ રોશનને તેને કહી પણ હતી. ટૂંકમાં અમીશા પટેલનું કહેવું છે કે કરીના કપૂરને રાકેશ રોશનને ફિલ્મમાંથી કાઢી મૂકી હતી.
અમીષા પટેલે ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું કે રાકેશ રોશનને તે સમયે એવું કહ્યું હતું કે, કરીના કપૂર અને તેની વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે તેથી તેણે કરીનાને ફિલ્મમાંથી કાઢવાનો નિર્ણય કર્યો છે. જાકે રાકેશ રોશનની પત્ની અને ઋત્વિકની માતા આ નિર્ણયથી ચિંતીત હતી કારણ કે ફિલ્મનો સેટ તૈયાર થઈ ગયો હતો અને કરીનાને કાઢ્યા પછી ૩ દિવસમાં જ સોનિયાના રોલ માટે નવી અભિનેત્રી શોધવાની હતી. તે સમયે ફિલ્મના સેટ પર કરોડો રૂપિયા ખર્ચ થયા હતા અને આ ફિલ્મ ઋત્વિકની પહેલી ફિલ્મ હતી.
અમીષા પટેલે આગળ જણાવ્યું કે ત્યાર પછી પિંકી આંટી એટલે કે ઋત્વિક રોશનની માતાએ તેને બોલાવી કારણ કે રાકેશ વર્ષને તેને એક લગ્નમાં જાઈ હતી. અમીષા પટેલને જાઈને પહેલીવારમાં રાકેશ રોશનને કહી દીધું કે તેને સોનિયા મળી ગઈ… કહોના પ્યાર હે ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઈ હતી. તે વર્ષે આ ફિલ્મને અલગ અલગ ૯૨ એવોર્ડ મળ્યા હતા. આ કારણથી તેમનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અને ગિનિસ બુકમાં પણ નોંધાયું હતું.