સા.કુંડલા તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન એમ.એલ. શેઠ વ્યાયામ મંદિર ખાતે થયું હતું. જેમાં સા.કુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ ઘણી સ્પર્ધામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું જેમાં નિબંધ સ્પર્ધા – કોઠીયા ધાર્મિ અશ્વિનભાઈ પ્રથમ નંબર, સૈયદ નમીરા ફિરોજભાઈ પ્રથમ નંબર, ચિત્રકલા – ગુંધળી નમ્રતા દિલીપભાઈ પ્રથમ નંબર, સમૂહ ગીત કાનાણી કાજલ, કાનાણી હેમાંગીએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. તાલુકા કક્ષામાં પ્રથમ આવનાર બહેનો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. તૈયારી કરાવનાર પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા તેમજ સુપરવાઇઝર નિતાબેન ત્રિવેદી તેમજ લાલજીભાઈ રાઠોડે જહેમત ઉઠાવી હતી.