અમરેલીમાં દેવીપૂજક સમાજના ઘરને તંત્ર દ્વારા તોડી પાડવાની નોટીસ મળી છે ત્યારે તેના બદલામાં વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરતું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે. આવેદનપત્ર અનુસાર સાવરકુંડલા રોડ પર ગુજકોની પાછળ ગોકુલ નગર છે જ્યાં અંદાજે ૨૫થી ૩૦ ઘર દેવીપૂજક સમાજનાં છે. જેમના ઘર તંત્ર દ્વારા તોડી પાડવા માટે નોટીસ ફટકારવામાં આવી છે. ત્યારે દેવીપૂજક સમાજે મકાનના બદલામાં વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તો ઘર ખાલી કરવાની તૈયારી બતાવી છે. દેવીપૂજક સમાજે સામાજિક આગેવાન ભરત કાતરીયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેના જવાબમાં કલેક્ટર અજય દહીયાએ વૈકલ્પિક જગ્યા માટે
પૂરતો પ્રયત્ન કરવાની વાત કહી હતી.