ગાંધીનગરના કલોલમાં સાંતેજમાં કાર ચાલકે ૨ વર્ષની બાળકીને કચડી નાંખતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. માસૂમ ફૂલ જેવી દેખાતી બાળકીના મોતથી પરિવાર રોષે ભરાયેલો છે. આ મામલે સ્થાનિક પોલીસ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
ગાંધીનગર જીલ્લાના સાંતેજ તાલુકામાં બે વર્ષની બાળકી પોતાના ઘર આંગણે રમી રહી હતી ત્યારે કાર ચાલકે ટક્કર મારતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાદમાં પરિવાર તેને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા. જાકે, સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પરિવારમાં આક્રોશ જાવા મળ્યો હતો. લોકોએ સ્કોર્પિયો કારની તોડફોડ કરી હતી. ઘટનાને આધારે સાંતેજ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
ગાંધીનગરનાં કલોલમાં ૨ વર્ષની બાળકી દેવાંશીનું મોત થતાં પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે. સાંતેજમાં રહેતા ગોમતીબેન પોતાની પુત્રી દેવાંશીને લઈ પિયર આવ્યા હતા. રાત્રિના સમયે ઘર આંગણે રમી રહી હતી, દરમિયાન પૂરઝડપે આવતી સ્કોર્પિયો કાર ચાલકે ઝડપથી કાર હંકારતા બાળકીને ટક્કર મારી હતી. કાર ચાલક સિદ્ધાર્થ ઠાકોર તેના પિતા ચેરાજી ઠાકોર સાથે કારમાં હતો. અકસ્માત સર્જતા બાળકી લોહીલુહાણ થતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાળકીને તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં આક્રોશ ફેલાયો હતો.
અગાઉ સુરતનાં સરથાણામાં એક કરૂણ ઘટના બની છે. જેમાં પૂરઝડપે જઈ રહેલી બસે એક બાળકીને અડફેટે લેતા તે ગંભીરપણે ઘાયલ થઈ હતી. સારવાર અર્થે તને નજીકની હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતું. આ અંગે સરણાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સરથાણાંમાં દાદા પૌત્રીને બસમાં મુકવા માટે આવ્યા હતા. જેમાં બે વર્ષની બાળકીને બસે કચડી નાંખતા તેનું મોત નીપજ્યુ હતું.