સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રશ્મિકા મંડન્ના નાયિકા તરીકે જોવા મળશે. પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલની પણ ‘સિકંદર’માં મહત્વપૂર્ણ ભૂમિકા છે. કાજલે અગાઉ પણ કેટલીક પસંદગીની બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
કાજલ અગ્રવાલે હિન્દી ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તે ઐશ્વર્યા રાય બચ્ચનના પાત્રની બહેનની ભૂમિકામાં જાવા મળી હતી. આ ફિલ્મ ૨૦૦૪ માં રિલીઝ થઈ હતી. સમીર કર્ણિક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને વિવેક ઓબેરોય જેવા કલાકારો પણ હતા. પરંતુ આ ફિલ્મ સારી ચાલી નહીં, તેથી કાજલ દક્ષિણ ભારતીય ફિલ્મો તરફ વળી. તેણીએ તેલુગુ અને તમિલ ફિલ્મો કરવાનું શરૂ કર્યું અને ત્યાં એક નાયિકા તરીકે પ્રખ્યાત થઈ. ત્યારબાદ વર્ષ ૨૦૧૧ માં, કાજલ અગ્રવાલ અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’ માં કાવ્યાના પાત્રમાં જાવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટીએ કર્યું હતું.
વર્ષ ૨૦૧૩ માં, કાજલ અગ્રવાલ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સ્પેશિયલ ૨૬’ માં જાવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન નીરજ પાંડેએ કર્યું હતું. ફિલ્મમાં અક્ષયે નકલી સીબીઆઈ અધિકારીની ભૂમિકા ભજવી હતી, જ્યારે કાજલ તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જાવા મળી હતી.
કાજલ અગ્રવાલે રણદીપ હુડા સાથે ‘દો લફઝો કી કહાની’ (૨૦૧૬) નામની લવ સ્ટોરી ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં તે એક અંધ છોકરીની ભૂમિકામાં જાવા મળી હતી. દીપક તિજારી દ્વારા દિગ્દર્શિત, ‘દો લફઝોં કી કહાની’ કોરિયન ફિલ્મ ‘ઓલવેઝ’ ની રિમેક હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી, પરંતુ દર્શકોને રણદીપ હુડા અને કાજલ અગ્રવાલની જાડી ચોક્કસ ગમી.
સંજય ગુપ્તા દ્વારા દિગ્દર્શિત, મુંબઈ સાગા (૨૦૨૧) એક એવી ફિલ્મ છે જે ૮૦ અને ૯૦ ના દાયકાના બદલાતા મુંબઈને અને શહેર કેવી રીતે ગુનાની પકડમાં ફસાઈ ગયું છે તે દર્શાવે છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલે જાન અબ્રાહમના પાત્રની પત્નીની ભૂમિકા ભજવી હતી.