ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ જીતીને સતત બીજી આઇસીસી ટુર્નામેન્ટ જીતી છે. ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ જીતી કે તરત જ ચાહકોએ ઉજવણીનો ધમધમાટ મચાવી દીધો. દુબઈમાં મેદાનની અંદર ભારતીય ખેલાડીઓ વિજયની ઉજવણી કરી હતી અને કરોડો ભારતીય ચાહકો હજારો કિલોમીટર દૂર ટીમના ચેમ્પિયન બનવાની ખુશી વ્યક્ત કરી હતી
રવિન્દ્ર જાડેજાએ કિવી ફાસ્ટ બોલર વિલિયમ ઓ’રોર્કના બોલ પર ફોર ફટકારીને ભારતને જીત અપાવી. ટીમ ઇન્ડિયાની જીત સાથે, ભારતમાં ચાહકોએ પણ ઉજવણી શરૂ કરી દીધી હતી. દેશભરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા ચાહકો તેમના ઘરોમાંથી બહાર નીકળીને શેરીઓમાં આવ્યા અને સાથે મળીને ઉજવણી કરી. આ સમય દરમિયાન લોકોએ તેમના મનપસંદ ખેલાડીઓના વખાણ કર્યા. ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા.
ટીમ ઇન્ડિયાની જીત બાદ દેશભરમાં દિવાળી જેવો માહોલ ઉભો થઇ ગયો હતો.ચાહકો માર્ગા ઉપર ઉતરી આવ્યા હતાં નાચ ગાન કરી રહ્યાં હતાં.ગુજરાત,મહારાષ્ટ્ર,ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં મોડી રાત સુધી ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરવામા આવી હતી.સમગ્ર દેશમાંથી ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.