કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને અમરેલી સમસ્ત મુસ્લિમ જમાતે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી મિટિંગમાં આ હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ ઈશ્વર અને અલ્લાહને મૃતકોને મોક્ષ આપે તેવી દુઆ કરી હતી. આ સાથે જ, મુસ્લિમ સમાજના આગેવાનોએ સરકાર પાસે આવા બનાવો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. હુમલાથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવા અને તેમના પરિવારના વારસદારને કાયમી નોકરી આપીને કાયમી ધોરણે મદદરૂપ થવા માટે પણ લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ તકે, મહેબૂબબાપુ, નિઝામબાપુ ચિસ્તી, ઇનુસુભાઈ દેરડીવાળા, રફીકભાઈ મોગલ, જાવેદખાન પત્રકાર, રફીકભાઈ ચોહાણ, સલીમભાઈ કુરેશી, સમીરભાઈ કુરેશી જિંગાબાપુ, રજાકભાઈ રાધનપરા, મુજ્જ્ફરબાપુ એડવોકેટ, રફીકભાઈ ફૂલવાળા, સાકીલબાપુ, નાનભાઈ બિલખીયા, રાજુભાઈ બિલખિયા, ઇકબાલભાઈ બિલખિયા, મુસાભાઈ કાલવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.