ભારતે ન્યુઝીલેન્ડને ૪ વિકેટે હરાવીને ત્રીજી વખત આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ જીતી લીધી છે. રોહિત શર્માને ૭૬ રનની ઇનિંગ બદલ ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી. કેએલ રાહુલે મુશ્કેલ સમયમાં ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે ભારત ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર પ્રથમ દેશ બન્યો છે. આ પહેલા ભારતે ૨૦૦૨ અને ૨૦૧૩માં આ ટ્રોફી જીતી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં વિરાટ કોહલીનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું. જાકે તે અંતિમ મેચમાં વધારે રન બનાવી શક્યો નહીં અને માત્ર ૧ રન બનાવીને આઉટ થયો હતો. તેણે પાકિસ્તાન સામેની મેચમાં સદી ફટકારી હતી. વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં પણ અડધી સદી ફટકારી હતી. ૫ મેચમાં વિરાટે ૫૪ની સરેરાશથી ૨૧૮ રન બનાવ્યા હતા. તે સૌથી વધુ રન બનાવનારા બેટ્‌સમેનોની યાદીમાં પાંચમા સ્થાને રહ્યો હતો.
આ ઐતિહાસિક જીત બાદ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોહલી મોહમ્મદ શમીની માતાને મળતો અને તેમના પગ સ્પર્શતો જાવા મળે છે. આ વીડિયોમાં મોહમ્મદ શમી તેની માતાને વિરાટ કોહલીને મળવા લઈ જતો જાવા મળે છે. શમીની માતાને જાઈને કોહલી ખૂબ ખુશ થઈ ગયો અને થોડો ભાવુક પણ થઈ ગયો હતો. તેણે શમીની માતાના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા અને પછી બંને એકબીજાને ગળે લગાવ્યા હતો.
એ યાદ રહે કે ચેમ્પિટન ટ્રોફી દરમિયાન ભારતીય બોલર મોહમ્મદ શમીએ રમઝાન મહીના દરમિયાન રોજા ન રાખવા માટે ટીકા કરવામાં આવી હતી જા કે મોટાભાગના લોકોએ શમીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે શમીએ ધર્મને બાજુએ રાખીને દેશને મહત્વ આપ્યું હતું અને ટીમ ઇન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેટલાક લોકોએ જણાવ્યું હતું કે કેટલાક મુÂસ્લમ હોવા છતાં રાજા રાખતા નથી ત્યારે શમીને જ કેમ નિશાન બનાવવામાં આવ્યો હતો.