રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશ આ યુદ્ધમાં નિણર્યિક લીડ લઈ શક્યો નથી. એક તરફ પશ્ચિમી દેશો યુક્રેનને સતત હથિયારો સપ્લાય કરી રહ્યા છે. તો હવે રશિયાને પણ યુદ્ધમાં મોટી મદદ મળી છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાંગ ઉને યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકો મોકલ્યા છે.
થોડા દિવસો પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને કિમ જાંગની મુલાકાત થઈ હતી અને બંને દેશોએ ઘણા મોટા કરાર કયર્િ હતા.
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ માટે ૧૨,૦૦૦ સૈનિકો મોકલ્યા છે. દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. ઉત્તર કોરિયાના સૈનિકો રશિયાને મદદ કરવા માટે પહેલાથી જ રવાના થયા છે. જા કે, એનઆઈએસએ આ સમાચારની તાત્કાલિક પુષ્ટિ કરી નથી.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ રશિયાની મદદ માટે ઉત્તર કોરિયાના સૈનિકો મોકલવાના મુદ્દે ઈમરજન્સી બેઠક યોજી છે. રાષ્ટ્રપતિ યુન સુક યેઓલના કાયર્લિયે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિએ આપાતકાલીન બેઠકની અધ્યક્ષતા કરી છે. અત્યાર સુધી સરકારે એ વાતની પુષ્ટિ કરી નથી કે તેણે ઉત્તર કોરિયા દ્વારા સૈનિકો મોકલવાના સમાચારને પ્રમાણિક માન્યા છે કે નહીં.