કુંકાવાવના અમરાપુર પ્લોટ પ્રાથમિક શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષણ ખાતાના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી જી.બી.સોલંકી સાહેબ શાળામાં વિજ્ઞાનની કૃતિ જોવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, ગણીતની કૃતિ કાવ્ય રચના, વિશ્વ વિજ્ઞાન દિવસનું મહત્વ દર્શાવતી સ્પીચ, શાળામાં વિજ્ઞાનના ૩૫ જેટલા કાર્યરત મોડેલ જેમાં અતિ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બનાવી શકાય તેવા કાર્યરત મોડેલ, ડિસ્પ્લે દર્શન, આધુનિક
પ્રાકૃતિક ખેતીનું મોડલ, પવનચક્કી, આગથી બચવા માટે આપત્તિ વ્યવસ્થાપન, બગીચા અને ખેતરમાં પાણી પાવુ અને પાણી શુદ્ધિકરણના આધુનિક પ્રોજેક્ટ, સંદેશાવાહક મોડલ, કાર પાર્કિંગ મોડલ, પીપલ કાઉન્ટિંગ મોડલ, ઓટોમેટીક રેન ડિટેક્ટર, સ્માર્ટ એગ્રીકલ્ચર, સોલાર સીટી, ઓટોમેટીક સ્ટાર્ટ લાઇટ, મોબાઈલ પ્રોટેક્શન મોડલ, વોટર હાર્વેસ્ટિંગ મશીન, પોલ્યુશન કંટ્રોલ મોડલ જેવી ઘણી બધી કૃતિઓ બાળકોએ પોતાની વય કક્ષા મુજબ પ્રદર્શિત કરી હતી. આ વિજ્ઞાન દિવસ કાર્યક્રમમાં શાળા પરિવાર, અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.