કુંકાવાવ તાલુકાના ઈશ્વરીયા ગામે કુટુંબીજનોમાં માથાકૂટ થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યા હતો. બનાવ અંગે હસમુખભાઈ મધુભાઈ ગજેરા (ઉ.વ.૪૩)એ ભરતભાઈ દામજીભાઈ ગજેરા, રામભાઈ લાધાભાઈ ગજેરા, અશોકભાઈ લાધાભાઈ ગજેરા તથા વિજયભાઈ બાબુભાઈ ગજેરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પાનના ગલ્લે બેઠા હતા તે વખતે સામાવાળાએ તેની પાસે આવી કાઠલો પકડી તું ગામમાં કેમ તલવાર લઇને નીકળે છો તેમ કહી જેમ ફાવે તેમ ઢીકાપાટું વડે મુઢમાર માર્યો હતો. તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.