ઘર તેમજ ઓફિસની અંદર સુશોભન તરીકે વાપરતા કુંડાના છોડની માવજત કરવી એ ખુબજ જરૂરી હોય છે. છોડના વાવેતરથી લઈને તેના ઉછેર અને ઉછેર બાદ રોજબરોજ માવજત કરવામાં આવે છે જેથી છોડ તંદુરસ્ત રહે. કુંડામાં વાવેતર વખતે અલગ અલગ પ્રકારના મીડિયમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી કરીને છોડને પૂરતા પોષકતત્વો મળી રહે અને અનુકૂળ વાતાવરણ પૂરું પાળે. તે માટે અહી ક્યાં ક્યાં મીડિયમ વપરાય તેની માહિતી આપી છે.
ગ્રોઇંગ મીડિયમ: કુડામાંના જે મિશ્રણમાં છોડ ઉગાડવામાં આવે છે તેને ગ્રોઇંગ મીડિયમ અથવા પોટિંગ મીડિયમ કહે છે. પોટિંગ સામગ્રીના પ્રકારની પસંદગી
મહત્વપૂર્ણ છે કારણ કે છોડની વૃદ્ધિ સંપૂર્ણપણે તેના પર આધાર રાખે છે. ગ્રોઇંગ મીડિયમનું મુખ્ય કાર્ય છોડના મૂળમાં પોષક તત્વો, હવા અને પાણી પહોંચાડવાનું છે. તે છોડને બહારથી ટેકો આપે છે અને તેને સીધી સ્થિતિમાં રાખે છે અને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ કરવામાં મદદરૂપ બને છે. ઉપરોક્ત બે કાર્યો માટે, તે જરૂરી છે કે માધ્યમ તેની અંદરના મૂળના વિકાસને સરળ બનાવે. તેથી, તે ઇચ્છનીય છે કે એક આદર્શ ગ્રોઇંગ મીડિયમ છિદ્રાળુ હોય અને હવાના પરિભ્રમણ માટે જગ્યા હોય. તેમાં પાણી ગ્રહણ કરવાની સારી ક્ષમતા હોવી આવશ્યક છે જેથી વારંવાર સિંચાઈ કરવાની જરૂર ન પડે. તેને છોડના વિકાસને ટેકો અને સમર્થન આપવું જાઈએ.

ગ્રોઇંગ મીડિયમના પ્રકાર
છોડની વૃદ્ધિ માટે વિવિધ પ્રકારના ગ્રોઇંગ મીડિયમનો ઉપયોગ થાય છે.
૧. ગાર્ડન માટી: હળવી અને રેતાળ જમીન એ આદર્શ ગ્રોઇંગ મીડિયમ છે, જ્યારે ગઠ્ઠાવાળી, ચીકણી, કાદવ અથવા માટીવાળી જમીન પસંદ કરવામાં આવતી નથી કારણ કે તેમાં ચીકાશ હોવાથી હવાનું પરિભ્રમણ મુશ્કેલ થઇ જાય છે. માટીમાં જૈવિક અને અજૈવિક બંને પદાર્થો હોય છે. માટી એક સર્વસામાન્ય, સાર્વત્રિક, સરળતાથી ઉપલબ્ધ અને તુલનાત્મક સસ્તી માધ્યમ છે, જે નર્સરીમાં વપરાય છે.
૨. કંપોસ્ટ: તે માટી સાથે ઉપયોગમાં લેવાતો સજીવ પદાર્થ છે. ખરેલા પાંદડા, ડાળીઓ, ઘાસનું કટીંગ, ઢોરોના ખોરાકનો કચરો અને ખેતરમાં પશુ પ્રાણીઓનો મળ વિસર્જન એ કેટલાક સામાન્ય ઘટકો છે જેનો ઉપયોગ કંપોસ્ટની તૈયારી માટે થાય છે. આ બધાને ખેતરમાં તૈયાર કરેલા ખાડામાં સડવા દેવામાં આવે છે. ખાતરમાં મુખ્ય અને નાના પોષક તત્વો હોય છે જે છોડને વિકાસ માટે જરૂરી હોય છે.
૩. સ્ફેગ્નમ શેવાળ: તેમાં પાણી પકડવાની ક્ષમતા ઉત્તમ છે અને તેના કારણે ઘણી વખત વજનમાં ભારે થઇ જાય છે. તે સામાન્ય રીતે એર લેયરિંગમાં મૂળ વધારવાના માધ્યમ તરીકે વપરાય છે. તે તુલનાત્મક રૂપે ખર્ચાળ છે અને સરળતાથી ઉપલબ્ધ નથી.
૪. પીટ: પીટમાં માર્શ સ્વેમ્પના અવશેષો હોય છે. તેમાં થોડો જૈવિક નાઇટ્રોજનનો સમાવેશ થાય છે. તે ઝડપી વાનસ્પતિક વિકાસમાં મદદ કરે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે નવા મૂળવાળા કટિંગ અથવા નવા અંકુરિત બીજ ઉગાડવા માટે થાય છે.
૫. કોયર પીટ: કોયર પીટ ફાઇબર ડસ્ટમાંથી મેળવવામાં આવે છે. તે પ્રકૃતિમાં એસિડિક છે અને તેનું પીએચ લગભગ ૫.૦ છે. તેમાં પાણીની રીટેન્શન ક્ષમતા વધારે છે.

વાવેતર વખતે અને વાવેતર બાદ કાળજી રાખવામાં આવે છે
(૧) કુંડાને ભરવુંઃ એક કુંડાની પસંદગી છોડના કદ અને છોડની વૃદ્ધિની પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે. વધુ પડતા પાણીના નિકાસ માટે ડ્રેનેજ હોલ કુંડાના તળિયે બનાવવામાં આવે છે. તેને માટીના ઠીકરા વડે ઢાંકી દેવામાં આવે છે જેથી પોટિંગ મિશ્રણ કાણામાંથી પાણી સાથે વહી ન જાય. ૩-૫ સે.મી. કદના મોટા ઠીકરા પાણી સરળતાથી નીકળી જાય એ માટે પોટના તળિયે મૂકવામાં આવે છે. તેના પર બરછટ રેતીના એક જાડા ૩-૫ સ્તર આવે છે. છેલ્લે, બાકીનું કુંડુ પોટીંગ મિશ્રણથી ભરવામાં આવે છે. કુંડાને પકડવા માટે તેમજ પાણી માટે ઉપરથી ૨.૫ સે.મી. જગ્યા ખાલી હોવી આવશ્યક છે.
(૨) વાવેતરઃ તંદુરસ્ત મૂળવાળી કલમ અથવા છોડને કાળજીપૂર્વક ક્યારીમાંથી ખોદીને કાઢવું, તે પછી,
પોટીંગ મિશ્રણની મધ્યમાં રુટ બોલ(માટી સાથેના મૂળ) સાથે મૂકવું. પોટીંગ મિશ્રણ વડે કુંડામાની ખાલી જગ્યા ભરવી. સ્ટેમની આસપાસ મિશ્રણને સરખું દબાવો અને તેને કોમ્પેક્ટ બનાવો. પાનખર મિજાજ ધરાવતા છોડનું પોટિંગ ફેબ્રુઆરી-માર્ચમાં કરવામાં આવે છે. જ્યારે સદાબહાર છોડનું પોટીંગ જુલાઈ-ઓગસ્ટમાં કરવામાં આવે છે. સાવચેતીનાં પગલાંઃ મૂળની સાથેની માટી (રુટ બોલ) વધારે પડતી ના દબાઈ જાય તેની કાળજી રાખવી જાઈએ, કારણ કે તે છોડના મૂળ તોડી અને નુકસાન કરશે. વાવેતર પછી તરત જ છોડને સ્પ્રીંકલર કેનથી નરમાશથી પાણી આપો આ માટે તમે ધીરેથી છંટકાવ કરી શકો છો.
(૩) ડિપોટિંગઃ જમીન પર, ક્યારામાં કે બીજા કુંડામાં છોડને વાવવાના હેતુસર એક કુંડામાંથી કાઢવાની ક્રિયાને ડિપોટિંગ કહે છે. મૂળ સંવેદનશીલ હોય છે. અને તેને ઇજાઓ થવાની સંભાવના વધુ હોવાથી ડિપોટિંગ કરતી વખતે સંભાળની જરૂરિયાત છે. ડિપોટિંગ કરતી વખતે ફ્રુટ સિસ્ટમ પર જાડાયેલ માટીને છોડની સાથે ડિપોટ કરવી તે વધુ સારું છે. જા જરૂરી હોય તો આ માટી ડિપોટ કર્યા પછી કાળજીપૂર્વક દૂર કરી શકાય.
ડિપોટિંગ કાર્યવાહીઃ ડિપોટિંગ કરતા પહેલાં પોટને પાણી આપવું આવશ્યક છે. આ પોટને એક હાથમાં ઉઠાવી લેવામાં આવે છે, બીજા હાથની બીજી અને ત્રીજી આંગળીની વચ્ચે છોડનો દાંડો આવે તે રીતે અને બાજુમાં અંગુઠો આવે તે રીતે કુંડાની ટોચ પર હાથ ફેલાવીને પકડવું. આ પછી કુંડાને ઊંઘ કરો. જા જરૂરી હોય તો, કુંડાના કાંઠાને હાથથી અથવા કોઈ નક્કર આધાર અથવા બેન્ચની ધાર પર થપથપાવવાથી માટી કુંડાના આકારમાં જ છુટ્ટી પડી જાય છે. તેને ફરી બીજા કુંડામાં રોપતા પહેલા નીચેની બાજુની માટી અને એકદમ જુના અને ઝીણા મૂળતંતુઓ કાપીને દૂર કરવામાં આવે છે.

રિપોટિંગ નીચેના ઉદ્દેશો સાથે કરવામાં આવે છે
(૧) હાલના નાના જૂના કુંડાને અથવા જુના પોટીંગ મિશ્રણને નવા સાથે બદલવુ.
(૨) ઘરના છોડની તંદુરસ્ત વૃદ્ધિ માટે, છોડને વર્ષમાં એકવાર રીપોટિંગ કરવામાં આવે છે.
(૩) રિપોટિંગ મૂળને સારી રીતે કાપણીની સુવિધા આપે છે જેનાથી છોડના વિકાસ અને વૃદ્ધિ ઘણા થાય છે.
(૪) મૂળ વિકાસ માટે કુંડાનું મોટું કદ મોટી જગ્યા પ્રદાન કરે છે.