કુકાવાવ તાલુકાના બાંભણિયા ગામ ખાતે આજે સવારે સરપંચ ચંદ્રિકાબેન લાલજીભાઈ ભુવા દ્વારા ભૂગર્ભ સંપના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. અમરેલી-કુકાવાવના ધારાસભ્ય અને નાયબ મુખ્ય ઉપ દંડક કૌશિકભાઈ વેકરીયા, રવિ રાંદલ માતાજીના મહંત હરેશપ્રગટ બાપુના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ગોપાલભાઈ અંટાળા, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક, તુષારભાઈ ગણાત્રા, વસંતભાઈ સોરઠીયા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર, રમેશભાઈ સાકરીયા, જલ્પેશભાઈ મોવલીયા, પીવી વસાણી, આજુબાજુના ગામના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.