સમય સાથે ખેતી પણ ઝડપથી બદલાઈ રહી છે. પહેલા ખેતીમાં ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો તો હવે લોકો આ બધુ છોડીને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. આ ક્રમમાં જ કાર્બન ફા‹મગનો ઉપયોગ વધી રહ્યો છે. કાર્બન ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડે છે. આ ઉપરાંત જમીનની ફળદ્રુપતા અને જૈવવિવિધતામાં પણ વધારો કરે છે. આજના સમયમાં, વિશ્વભરના દેશો પર્યાવરણને બચાવવા આબોહવા પરિવર્તન (ક્લાયમેટ ચેન્જ) પર મનોમંથન કરી રહ્યા છે જેમાં કાર્બનનું પ્રમાણ, ગ્રીન હાઉસ ગેસિસ ઘટાડવો એ મુખ્ય વિષય છે. કાર્બન ક્રેડિટ માટે દેશના વિભિન્ન ઉદ્યોગો અને સામાન્ય માણસોમાં જાગૃતિ નથી જા કે કેટલાક સંપન્ન દેશોમાં આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. આપણા દેશમાં ખેડૂતો માટે અનેક પ્રકારની લાભકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતના ખેડૂતો માટે વન વિભાગે એક પહેલ ચાલુ કરેલ છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને વિવિધ લાભો અને તેના ઉત્થાન માટેના પ્રયાસો કરવામાં આવે છે.
• કાર્બન ક્રેડિટ એટલે શું ?
યુએનની સંસ્થા દ્વારા કયોટો પ્રોટોકોલ હેઠળ કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. જેમાં ૧૭૦ દેશો સામેલ છે. જે પ્રોટોકોલ મુજબ તમારી કોઇપણ ઉત્પાદનની પ્રક્રિયામાં કેટલું પ્રદૂષણ ઘટાડો છો, તેના આધારે વર્ષે મોનિટરિંગ અને ચકાસણી બાદ તે વર્ષનું કાર્બન ક્રેડિટ્‌સ આપવામાં આવે છે. જો કાર્બન ક્રેડિટ્‌સ વધી જાય તો તે સંસ્થાએ એક્સ્ટ્રા કાર્બન ક્રેડિટ્‌સ કોઈ પાસેથી ખરીદીને બતાવવા પડે છે.
જી-૭માં સમાવિષ્ટ દેશોમાં ખેડૂતોને કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. જેમ ઉદ્યોગોને કાર્બન ક્રેડિટ અપાય છે, તેમ ખેડૂતોને પણ કાર્બન ક્રેડિટ આપવામાં આપ્યું છે. આ નિર્ણય ખેડૂતો માટે પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાતના ખેડૂતો માટે વન વિભાગ દ્વારા એક પહેલ ચાલુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના જારી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો તેમના ખેતરના શેઢા પાળામાં વાવેલા વૃક્ષોનું જરૂરી મૂલ્યાંકન કરી વધારાની આવક મેળવી શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોએ પોતાના ખેતરમાં દર વર્ષે (ઉદાહરણ માટે) મોટા વૃક્ષોનું વાવેતર અને માવજત કર્યા પછી (જીવિત
વૃક્ષોના આધારે) તેમને ચોક્કસ પદ્ધતિના આધારે(નક્કી કરેલ સંસ્થા થકી) કાર્બન ક્રેડિટના બદલામાં ખેડૂતો વૃક્ષારોપણ કરીને વધારાની આવક કરી શકશે. રાજ્યના વન વિભાગે ખેડૂતોને કાર્બન ક્રેડિટ યોજનાનો લાભ મળી શકે તે માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જ્યાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવેલા વૃક્ષોથી (બામ્બૂ, મેન્ગ્રોવ, મિલિયા દુખીયા લીમડો (મલબારી લીમડો ), સુબાવળ, વાંસ, ખેર, અરડુસો, સાગ, મહાગુની, ચંદન, નીલગીરી વગેરે જેવા વૃક્ષો) વધારાની આવક મેળવી શકશે.
• કમાણી કેવી રીતે થાય ?
કાર્બન ક્રેડિટનો ધંધો દુનિયામાં એક્સચેન્જમાં થાય છે. જેમાં ક્રેડિટના બદલામાં રોકડ રકમમાં વળતર મળે છે. ઉદાહરણ માટે એક સિમેન્ટ કંપની એવું નક્કી કરે કે કંપની એક વર્ષમાં ૨૦ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉસર્જીત કરીશું અને વર્ષના અંતમાં ૨ લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ વધારે ઉસર્જીત થાય ત્યારે એવા સંજાગોમાં જે તે કંપનીએ કાર્બન ક્રેડિટ મેળવવી ફરજિયાત રહે છે. આ કાર્બન ક્રેડિટ જે કંપનીએ માન્ય માત્રાથી ઓછી માત્રામાં કાર્બન છોડ્યો હોય તેની પાસેથી અથવા તો કોઈ પણ મોટો ખેડૂત અને નાના ખેડૂત (ક્લસ્ટરના રૂપમાં) પાસેથી સિમેન્ટ કંપની ક્રેડિટ મેળવીને કાર્બન ડાયોક્સાઇડ પર્યાવરણમાં છોડી શકે અને આના બદલામાં તે નાની કંપની અથવા ખેડૂત નાણાં મેળવી શકે છે. ઉદાહરણ માટે કાર્બન ક્રેડિટ એક્સચેન્જના રૂપમાં થાય છે જેમ કે પાંચ કાર્બન ક્રેડિટ વેચવા જાવ તો તેના બદલામાં અંતરરાષ્ટ્રીય ભાવ મુજબ એક ક્રેડિટની કિંમત ૧૦ ડોલર હોય તો આશરે ૫૦ ડોલર મળી જાય એટલે કે ૨૫૦૦ રૂપિયા મળી જાય.
ઉદાહરણ તરીકે આવનાર સમયમાં જે કોઈ ખેડૂત આ કાર્બન ક્રેડિટ પ્રોજેક્ટ(સંસ્થા દ્વારા નક્કી કરેલ સંખ્યા અને વૃક્ષ) માં જાડાશે તો તે વધારાની આવક મેળવી શકશે. નાના ખેડૂતો ક્લસ્ટરમાં આ પ્રોજેક્ટમાં જાડાઈ શકશે જયારે મોટા ખેડૂતને ક્લસ્ટરની જરૂરત નથી એ ડાયરેક્ટ જોડાઈ શકશે અને લાભ લઈ શકશે. ખેડૂતો વૃક્ષોના રોપા ખરીદતી વખતે વળતર કિંમતમાં મેળવી શકે(સંસ્થા દ્વારા નક્કી કરેલ નર્સરી) અને તેના વાવેતરનું દર વર્ષ પૂરું (નકી કરેલ સમય મુજબ ) થતા જીવંત રોપા મુજબ વળતર કિંમત મેળવી શકશે. ભવિષ્યમાં, ખેડૂત જમા કરેલ કાર્બન ક્રેડિટ સરકાર દ્વારા
નક્કી કરેલ નિયમો મુજબ ઉદ્યોગોને વેચીને બદલામાં નાણાં મેળવી વધારાની આવક મેળવી શકશે.
• કાર્બન ફાર્મિંગ ( કાર્બન સેક્યુએન્સ્ટ્રશન): ટકાઉ ખેતી માટેનો માર્ગ
કાર્બન ફાર્મિંગ એવી પદ્ધતિ સ્વીકારો જેમાં હવામાં રહેલ કાર્બનને જમીનમાં જમા કરવાની ક્ષમતા હોય. જેના માટે નીચે મુજબની પદ્ધતિઓનો સમાવેશ કરી શકાય છે :
૧ ) વનીકરણ અને પુનઃ વનીકરણઃ નવા જંગલો બનાવવા અથવા હાલના જંગલોને
પુનઃ સ્થાપિત કરવા માટે ક્ષીણ થઈ ગયેલી અથવા જંગલની જમીન પર
વૃક્ષ વાવવા.
૨) સંરક્ષણ ખેડાણઃ જમીનમાંથી કાર્બન હવામાં ઉડી ના જાય તે માટે જમીનને બિનજરૂરી વારંવાર ખેડવી નહિ અને ખેતી દરમિયાન જમીનને ખલેલ ઓછી કરવી એટલે કે કૃષિ યંત્રીકરણનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે.
૩) ખેતીમાં વપરાતા મશીનોની કાર્યક્ષમતા વધારવી જેમ કે ટ્રેક્ટર, થ્રેશર, ઓટોમેટિક ઓરણી વગેરે એક સમયમાં વધુ કાર્યક્ષમતા આપે છે.
૪) કવર પાકઃ જમીનનું રક્ષણ કરવા અને ઓર્ગનિક કાર્બન પદાર્થનું પ્રમાણ વધારવા માટે પડ઼તર સમયગાળા દરમિયાન આચ્છાદન પાકનું વાવેતર કરો.
૫) રોટેશનલ ચરાણઃ ચરાણની જમીનમાં ઓર્ગનિક કાર્બનને ઉમેરવા અને માટીની ફળદ્રુપતા માટે ચરાણ પ્રથાઓનું સંચાલન કરવું.
૬) કૃષિ વનીકરણઃ જમીનમાં કાર્બન અને સૂક્ષ્મજીવો વધારવા માટે
કૃષિ પાકો અને પશુ પ્રણાલી સાથે વૃક્ષ વાવેતરનું સંકલન કરવું.
૭) ખાતર અને બાયોચાર ઉમેરવાઃ કાર્બનનો સંગ્રહ વધારવા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે માટીમાં કાર્બોનિક સુધારક ઉમેરવા જેમકે સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ (છાણીયું ખાતર, દિવેલા અને લીમડાનો ખોળ, વર્મી કંપોસ્ટ વગેરે)
• કાર્બન ફા‹મગના મુખ્ય ફાયદાઃ
આબોહવા પરિવર્તન નિયંત્રણઃ કાર્બન ફા‹મગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને ઓછો કરીને આબોહવા પરિવર્તન ઘટાડવામાં મદદરૂપ થાય છે જેનાથી ગ્રીન હાઉસ ગેસનો પર્યાવરણમાં ઘટાડો થાય છે.