કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂ.કૃ.યુ., અમરેલી દ્વારા ૧૯ અને ૨૦ માર્ચના રોજ અમરેલી તાલુકાના જાળિયા ગામ અને બાબરા તાલુકાના સુખપર ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા ડો. મીનાક્ષી કે. બારિયાનાં માર્ગદર્શન નીચે જાગૃતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેવિકેના વૈજ્ઞાનિકોએ વધુ ને વધુ ખેડૂત મિત્રો કપાસમાં સાંકડે ગાળે વાવેતરની પદ્ધતિ વિષે જાણે અને તેને અપનાવે એ વિષયક માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જાળિયા ગામ ખાતે ૩૧૯ અને સુખપર ખાતે ૩૦૦ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. વધુમાં અત્રેની કચેરી અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુર દ્વારા કાર્યરત આ પ્રોજેકટ વિષે અગત્યની માહિતી આપવામાં આવી. જેમાં કપાસને સાંકડે ગાળે અંતરે વાવવાથી થતાં ફાયદા જેમ કે, હેકટર દીઠ છોડની સંખ્યા વધવાથી ઉત્પાદન વધુ મળે, ગુલાબી ઈયળનું નિયંત્રણ, મજૂરોની અછતમાં વાવણી તથા વીણીમાં મશીનરીનો ઉપયોગ કરી શકાય તથા જમીન, ખાતર અને જગ્યાનો કરકસરપૂર્વક ઉપયોગ થઇ શકે વગેરે વિષે માહિતી આપવામાં આવી હતી.