ચીને અમેરિકન ટેરિફ સામે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં કેસ દાખલ કરવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘ચીન ચીની વસ્તુઓ પર અમેરિકાના વધારાના ૧૦ ટકા ટેરિફનો ચીન સખત વિરોધ કરે છે અને સખત નિંદા કરે છે. ચીન ઉ્ર્ંમાં કેસ દાખલ કરશે અને તેના હિતોના રક્ષણ માટે યોગ્ય વળતા પગલાં લેશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા અને મેકસીકો પર ટેરિફ લાદ્યા બાદ ત્રણેય દેશોએ પ્રતિક્રિયા આપી છે.
જ્યારે કેનેડા અને મેકસીકોએ અમેરિકન ચીજવસ્તુઓ પર વળતી ટેરિફની જાહેરાત કરી છે, ત્યારે ચીને ઉ્ર્ંમાં કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કેનેડા અને મેકસીકોથી આયાત પર ૨૫ ટકા ટેરિફ અને ચીની વસ્તુઓ પર ૧૦ ટકા ટેરિફની જાહેરાત કરી છે.
ચીને અમેરિકન ટેરિફ સામે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં કેસ દાખલ કરવાની જાહેરાત કરી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘ચીન ચીની વસ્તુઓ પર અમેરિકાના વધારાના ૧૦ ટકા ટેરિફનો ચીન સખત વિરોધ કરે છે અને સખત નિંદા કરે છે. ચીન ઉ્ર્ંમાં કેસ દાખલ કરશે અને તેના હિતોના રક્ષણ માટે યોગ્ય વળતા પગલાં લેશે.
બીજી તરફ, કેનેડાએ પણ અમેરિકન ટેરિફના બદલામાં ઇં૧૫૫ બિલિયનની અમેરિકન આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદવાનું નક્કી કર્યું છે. કેનેડાના કાર્યવાહક વડાપ્રધાન જસ્ટિન ટુડોએ આની જાહેરાત કરી છે. ટ્રમ્પની ઘોષણા પછી તરત જ એક ટ્વીટમાં, ટુડોએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથે વાત કરશે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તેમની કેબિનેટ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.તેણે કહ્યું, ‘અમે આ ઇચ્છતા ન હતા, પરંતુ કેનેડા તૈયાર છે.’ ટુડોએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ટેરિફ થોડા વર્ષો પહેલા હસ્તાક્ષર કરાયેલ મુક્ત વેપાર કરારનું ઉલ્લંઘન કરે છે.” અમેરિકન લોકો માટે આના ગંભીર પરિણામો આવશે.
મેકસીકોએ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો જવાબ ટેરિફ લાદીને આપ્યો છે. મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે શનિવારે જણાવ્યું હતું કે યુએસ દ્વારા મેક્સીકન માલ પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ તેણીએ તેના અર્થતંત્ર મંત્રીને મેકસીકોના હિતોના રક્ષણ માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે.
શેનબૌમે એકસ પરની એક પોસ્ટમાં કહ્યું કે તેમની સરકાર અમેરિકા સાથે મુકાબલો નહીં પરંતુ સહયોગ અને વાતચીત ઈચ્છે છે. ડાબેરી નેતા ક્લાઉડિયા શેનબૌમે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તણાવને શાંત કરવાનો વારંવાર પ્રયાસ કર્યો છે.