સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ વિકાસલક્ષી બજેટને આવકાર્યું છે અને જણાવ્યું કે આ બજેટ દેશને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશને નવી ઊંચાઈએ લઈ જવાના લક્ષ્ય સાથે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અને પગલાંઓની જાહેરાત કરી છે.
કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ વધારવા તેમજ નવા રોજગાર સર્જન માટે બે લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે એક લાખ કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ ફાળવવામાં આવ્યું છે. રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓની કાર્યબળમાં ભાગીદારી વધારવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે અને મહિલાઓ માટે નવી રોજગારની તકો ઊભી કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રમાં, એક હજાર ૈં્‌ૈંને અપગ્રેડ કરવામાં આવશે અને ઉચ્ચ શિક્ષણ માટે લોનની યોજના શરૂ કરવામાં આવશે. એક કરોડ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આવાસ યોજના હેઠળ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ત્રણ કરોડ નવા આવાસ બનાવવામાં આવશે. શહેરી વિસ્તારોમાં એક કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ બજેટ દ્વારા સરકાર ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વ શક્તિ બનાવવાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવામાં આવશે, જેમાં નાલંદાને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો સમાવેશ થાય છે.