ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિકાસ માટે શક્ય તમામ કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રોડ કનેકટીવિટી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ત્યાં ગુજરાત સરકાર રાજ્યના વિવિધ શહેરો વચ્ચે રોડ કનેકટીવિટી મજબૂત કરી રહી છે. જ્યારે, કેન્દ્ર સરકાર પણ ગુજરાતમાં રોડ કનેકટીવિટી સુધારવામાં રાજ્ય સરકારને મદદ કરી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતમાં હાઈવે પ્રોજેક્ટ માટે ૧૨૭૧.૦૨ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ૧૨૭૧.૦૨ કરોડના ખર્ચે હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગુજરાતના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે-૧૫૧દ્ભના પોરબંદર-ભાણવડ-જામ જાધપુર-કાલાવડના સમગ્ર ૧૧૯.૫૦ કિમીના પટ્ટાને રૂ. ૧૨૦ કરોડના ખર્ચે પાકા રોડ સાથે ૨-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટેડ રસ્તો પોરબંદર નજીક નેશનલ હાઈવે-૫૧ સાથે પોરબંદર જંકશનથી શરૂ થાય છે અને ભાણવડ, જામ જાધપુરને જાડે છે અને કાલાવડ નજીક નેશનલ હાઈવે-૯૨૭ડી સાથે કાલાવડ જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૫૧કે રાજ્યના ૩ મુખ્ય રાજ્ય ધોરીમાર્ગોને જાડશે. નેશનલ હાઇવે-૧૫૧કે પોરબંદર-ખંભાળિયા, જૂનાગઢ-જામનગર અને રાજકોટ-પોરબંદર વચ્ચે કનેક્ટર તરીકે સેવા આપશે.કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમની જાહેરાતમાં આ રાજ્ય ધોરીમાર્ગને ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર, ૮ મોટા પુલ અને ૧૦ બાયપાસ સાથે અપગ્રેડ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આનાથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારને વધુ સારી કનેકટીવિટી મળશે.