‘વન નેશન વન ઈલેક્શન’ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલ અંગે તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે. બાદમાં તેને સંસદ દ્વારા પસાર કરવામાં આવશે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ એક દેશ એક ચૂંટણી સંબંધિત રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. કોવિંદ સમિતિએ જે સૂચનો કર્યા છે તેમાં તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ આગામી લોકસભા ચૂંટણી એટલે કે ૨૦૨૯ સુધી લંબાવવો જાઈએ. -પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. બીજા તબક્કામાં ૧૦૦ દિવસની અંદર નાગરિક ચૂંટણીઓ યોજાઈ શકે છે. ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં, કાર્યકાળના બાકીના ૫ વર્ષ માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે.-ચૂંટણી પંચ રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરી શકે છે.-કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે ઉપકરણો, મેન પાવર અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની પણ ભલામણ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કાયદા મંત્રીએ કેબિનેટમાં એક દેશ, એક ચૂંટણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસ્તાવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.જા આ બિલ પાસ થશે તો ‘એક દેશ, એક ચૂંટણી’ અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે.
વાસ્તવમાં પીએમ મોદી લાંબા સમયથી ‘એક દેશ, એક ચૂંટણી’ની વકાલત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી માત્ર ત્રણ-ચાર મહિના માટે જ થવી જાઈએ, આખા ૫ વર્ષ સુધી રાજકારણ ન થવું જાઈએ. તેમજ ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થવો જાઈએ અને વહીવટી તંત્ર પર બોજ ન વધવો જાઈએ. ‘એક દેશ, એક ચૂંટણી’નો અર્થ છે કે ભારતના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ.’એક દેશ, એક ચૂંટણી’ મોદી સરકારની પ્રાથમિકતાઓમાંની એક છે. પીએમ મોદીએ ‘વન નેશન વન ઇલેક્શન’ એટલે કે એક દેશ એક ચૂંટણીનું વચન આપ્યું હતું. મોદી કેબિનેટે ૧૮ સપ્ટેમ્બરે ‘વન નેશન વન ઇલેક્શન’ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે મોદી સરકાર છેલ્લા કેટલાક સમયથી એક દેશ એક ચૂંટણી માટે આગ્રહ કરી રહી છે. સરકારનું કહેવું છે કે હાલમાં ચૂંટણીમાં નાણાં અને કર્મચારીઓનો વ્યય થઈ રહ્યો છે. ચૂંટણી પહેલા જાહેર થયેલી આચારસંહિતાના કારણે વિકાસના કામો અટકી પડે છે. એકસાથે ચૂંટણી થવાથી સમય, નાણાં અને કર્મચારીઓની બચત થશે. વિકાસના કામો કોઈપણ વિરામ વિના પૂર્ણ કરવામાં આવશે. વિપક્ષે સરકારની આ દલીલોને અવ્યવહારુ ગણાવી હતી. વિપક્ષી દળોએ રાજ્યમાં ચૂંટણીઓ યોજવામાં ચૂંટણી પંચ દ્વારા સામનો કરવામાં આવતા લોજિસ્ટીકલ પડકારો તરફ ધ્યાન દોર્યું છે.
એક દેશ એક ચૂંટણી એ ભારત માટે નવો ખ્યાલ નથી. દેશમાં આઝાદી પછી ૧૯૬૭ સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થતી હતી. ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ રાજ્યોની પુનઃરચના અને અન્ય કારણોસર ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાવા લાગી હતી.
વન નેશન વન ઈલેક્શનને બીજેપી, જેડીયુ, તેલુગુ દેશમ પાર્ટી, ચિરાગ પાસવાનની એલજેપીએ સમર્થન આપ્યું છે. આ સાથે આસામ ગણ પરિષદ, માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને શિવસેના (શિંદે) જૂથે પણ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે. જ્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ સહિત ૧૫ પાર્ટીઓએ આવું કર્યું છે.સર્વસંમતિની ગેરહાજરીમાં, સરકાર માટે વર્તમાન ચૂંટણી પ્રણાલીમાં ફેરફાર કરવો ખૂબ જ પડકારજનક રહેશે. ‘વન નેશન વન ઇલેક્શન’ લાગુ કરવા માટે બંધારણમાં સુધારો કરવા માટે ઓછામાં ઓછા ૬ બિલનો સમાવેશ થશે. સરકારને સંસદમાં બે તૃતિયાંશ બહુમતની જરૂર પડશે. સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં એનડીએ પાસે સાદી બહુમતી છે. પરંતુ, કોઈપણ ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરવી મુશ્કેલ કાર્ય હોઈ શકે છે.
રાજ્યસભાની ૨૪૫ બેઠકોમાંથી એનડીએ પાસે ૧૧૨ બેઠકો છે. વિરોધ પક્ષો પાસે ૮૫ બેઠકો છે. સરકારને બે તૃતીયાંશ બહુમતી માટે ઓછામાં ઓછા ૧૬૪ મતોની જરૂર છે.એનડીએને લોકસભામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલમાં એનડીએ પાસે ૫૪૫માંથી ૨૯૨ સીટો છે. લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીનો આંકડો ૩૬૪ છે. પરંતુ, પરિસ્થિતિ ગતિશીલ હોઈ શકે છે, કારણ કે બહુમતી માત્ર હાજર રહેલા સભ્યો અને મતદાનના સંદર્ભમાં ગણવામાં આવશે
જા વન નેશન વન ઈલેક્શન લાગુ કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડનો વર્તમાન કાર્યકાળ ૩ થી ૫ મહિનાનો ઓછો થઈ જશે.,ગુજરાત, કર્ણાટક, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરાના કાર્યકાળમાં પણ ૧૩ થી ૧૭ મહિનાનો ઘટાડો થશે,આસામ, કેરળ, તમિલનાડુ, પી. બંગાળ અને પુડુચેરીના વર્તમાન કાર્યકાળમાં ઘટાડો થશે.૨૦૦૯ થી, ચૂંટણી પંચે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ૩૪ વખત ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આમાંની ઘણી ચૂંટણીઓ લોકસભા અને અનેક રાજ્યોની વિધાનસભાઓ માટે એકસાથે અથવા ક્યારેક અલગ-અલગ રીતે યોજાઈ છે. આ દિવસોમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પ્રક્રિયા એક સાથે થઈ રહી છે. જા એક દેશ, એક ચૂંટણી હોય, તો આ ચૂંટણી પ્રક્રિયા પાંચ વર્ષમાં માત્ર એક જ વાર યોજવામાં આવે છે અથવા જો કેટલીક વિધાનસભાઓનું વિસર્જન કરવામાં આવે છે, તો પછી ઘણી વખત ચૂંટણીઓ યોજવામાં આવશે.