કેશોદમાં નવાબના સમયથી એરપોર્ટ આવેલું છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી એરપોર્ટ પર ફ્લાઈટની અવરજવર બંધ હતી. પરંતુ, થોડા સમય પહેલા જ કેશોદથી મુંબઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અમદાવાદ-કેશોદ-દીવ ફ્લાઈટ શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો છે. આગામી ૨૯મી ઓક્ટોબરથી આ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તહેવાર હોય કે સામાન્ય દિવસો હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ, સોમનાથ આવતા જતા રહેતા હોય છે. જેના માટે પ્રવાસીઓએ રોડ અથવા તો ટ્રેન વ્યવહારનો ઉપયોગ કરવો પડતો હોય છે. પરંતુ, હવે પ્રવાસીઓને અમદાવાદથી હવાઈ સુવિધા પણ મળી રહેશે. આગામી ૨૭ ઓક્ટોબરથી અમદાવાદ કેશોદ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.