પૂર્વી કોંગોના સૌથી મોટા શહેર ગોમા અને તેની આસપાસના વિસ્તારોમાં રવાન્ડા સમર્થિત બળવાખોરો સામેની કાર્યવાહીમાં એક અઠવાડિયામાં ૭૭૩ લોકો માર્યા ગયા છે. કોંગોના અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. બળવાખોરોએ ગોમા પર કબજા કરી લીધો હતો અને અન્ય વિસ્તારો પણ કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને સેનાએ મોટાભાગે નિષ્ફળ બનાવી દીધો છે. સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને કેટલાક ગામડાઓ પર નિયંત્રણ પણ મેળવ્યું છે.
કોંગો સરકારના પ્રવક્તા પેટ્રિક મુયાયાએ રાજધાની કિન્શાસામાં પત્રકારોને જણાવ્યું હતું કે ૭૭૩ લોકો માર્યા ગયા છે અને ૨,૮૮૦ ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. બળવાખોરોએ પાણી અને વીજળી સહિતની મૂળભૂત સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યા બાદ સેંકડો ગોમા રહેવાસીઓ શહેરમાં પાછા ફર્યા છે. શહેરમાં પાછા ફર્યા પછી, લોકોએ શસ્ત્રના કાટમાળથી ભરેલા વિસ્તારોને સાફ કર્યા.
“હું થાકી ગયો છું અને ક્યાં જવું તે ખબર નથી,” સ્થાનિક રહેવાસી જીન માર્કસએ કહ્યું. “બધે જ શોક છે.” જીનના એક સંબંધીનું સંઘર્ષમાં મૃત્યુ થયું. કોંગોના ખનિજ સમૃદ્ધ પૂર્વીય પ્રદેશને કબજે કરવા માટે સ્પર્ધા કરી રહેલા ૧૦૦ થી વધુ સશસ્ત્ર જૂથોમાં સ્૨૩ સૌથી શક્તિશાળી છે. આ વિસ્તારમાં ખનિજાના વિશાળ ભંડાર છે. યુએનના નિષ્ણાતોના મતે, આ જૂથને પડોશી રવાન્ડાના સૈનિકો દ્વારા ટેકો મળે છે.