લખનૌમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર પ્રભાત પાંડેના શંકાસ્પદ સંજાગોમાં મોતની તપાસ પોલીસે તેજ કરી છે. આ સંબંધમાં એસઆઈટીએ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની પૂછપરછ કરી હતી. લગભગ અઢી કલાકમાં ટીમે અજય રાયને ૩૫ પ્રશ્નો પૂછ્યા પરંતુ તમામ જવાબો અસ્પષ્ટ હતા. અજય રાયને સવાલ પૂછ્યા બાદ પોલીસે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ લલ્લુને પણ સવાલ-જવાબ પૂછ્યા હતા.
પોલીસે અજય રાયને પૂછ્યું કે જ્યારે આટલી મોટી ઘટના હતી ત્યારે
મેડિકલ ટીમ કેમ ન હતી? જો ત્યાં હતો તો તેની સારવાર કેમ ન કરાઈ? પ્રતિબંધ ફરમાવ્યા પછી પણ વિરોધ કેમ કરવામાં આવ્યો? તેમના વતી જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે પ્રભાતનું મૃત્યુ પોલીસના મારથી થયું હતું? જો તેની પાસે કોઈ પુરાવા હતા તો તેણે શા માટે રજૂ ન કર્યા? પ્રભાતના મૃત્યુ વિશે તેમને સૌપ્રથમ કોણે જાણ કરી? તો પછી તેણે તાત્કાલિક પોલીસને કેમ જાણ ન કરી? મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડીસીપી સેન્ટ્રલ રવિના ત્યાગીએ પોલીસ કમિશનરની સૂચના પર એસઆઇટીની રચના કરી હતી. જેમને કેસની ઝીણવટભરી તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. ૧૮ ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભા નજીક પાર્ટીના વિરોધ દરમિયાન પ્રભાતનું શંકાસ્પદ સંજાગોમાં મૃત્યુ થયું હતું. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે દાવો કર્યો હતો કે પ્રભાતનું મોત ‘પોલીસની બર્બરતા’ના કારણે થયું હતું. જોકે, પોલીસે કહ્યું હતું કે પ્રભાતને કોંગ્રેસ કાર્યાલયમાંથી મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે પાર્ટી કાર્યકર પ્રભાત પાંડેના પરિવારના સભ્યોને મળ્યા, જેઓ ગયા અઠવાડિયે લખનૌમાં વિરોધ પ્રદર્શન દરમિયાન શંકાસ્પદ સંજાગોમાં મૃત્યુ પામ્યા હતા, તેમણે શોક વ્યક્ત કર્યો અને તેમને નાણાકીય સહાય તરીકે ૧૦ લાખ રૂપિયાનો ચેક આપ્યો. સાથે જ કહ્યું કે પાર્ટી શોકાતુર પરિવાર સાથે ઉભી રહેશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે પ્રભાતની બહેનના ભણતર અને લગ્નનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે.