(એ.આર.એલ),નાંદેડ,તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાંદેડમાં એનડીએના ઉમેદવારોના સમર્થનમાં વોટ માંગ્યા. રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ મહા વિકાસ અઘાડી ગઠબંધન પર જારદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં કોંગ્રેસ સરકાર બનાવે છે, તે રાજ્ય કોંગ્રેસના રાજવી પરિવારનું એટીએમ બની જાય છે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં અમારી સરકારની મોટાભાગની યોજનાઓમાં મહિલા શક્ત કેન્દ્રમાં રહી છે.તેમણે કહ્યું કે જે પરિવારને પીએમ આવાસ યોજના હેઠળ ઘર મળી રહ્યું છે, જે ઘરમાં નવું શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં પ્રથમ વખત પાણી અને વીજળીના જાડાણો ઉપલબ્ધ છે, જે રસોડામાં ગેસ સિલિન્ડર પર ભોજન બનાવવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત, ત્યાં, ઘરની મહિલા સભ્યને સૌથી વધુ સુવિધાઓ મળી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે છેતરપિંડીનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. કોંગ્રેસના લોકો બંધારણના નામે પોતાનું લાલ કિતાબ વહેંચી રહ્યા છે. કોંગ્રેસના લાલ કિતાબ ઉપર લખેલું છે – ભારતનું બંધારણ પણ, લોકોએ અંદરથી ખોલ્યું તો ખબર પડી કે લાલ કિતાબ ખાલી છે! બંધારણના નામે લાલ કિતાબ છપાવવા… બંધારણના શબ્દો કાઢી નાખવા… બંધારણને નાબૂદ કરવાની આ કોંગ્રેસની જૂની વિચારસરણી છે. આ કોંગ્રેસી લોકો બાબા સાહેબનું નહીં પણ દેશમાં પોતાનું બંધારણ ચલાવવા માંગે છે.
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ સહન કરી શકતી નથી કે છેલ્લા ૧૦ વર્ષથી દેશમાં એક ઓબીસી વડાપ્રધાન છે, તે બધાને સાથે લઈને ચાલી રહ્યા છે. તેથી કોંગ્રેસ ઓબીસીની ઓળખ ખતમ કરવાની અને તેમને વિવિધ જાતિઓમાં વહેંચવાની રમત રમી રહી છે. કોંગ્રેસ મોટા જૂથ ઓબીસીની ઓળખ છીનવીને તેને નાના જૂથો સાથે વિવિધ જાતિઓમાં વહેંચવા માંગે છે.
આ પ્રયાસ નેહરુજીથી લઈને રાજીવ ગાંધી સુધી દરેકે કર્યો હતો. હવે એ જ કામ કરીને અને એ જ યુક્તઓ વાપરીને કોંગ્રેસના રાજવીઓ દેશની જનતાની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. એટલા માટે હું દેશવાસીઓને કહું છું કે તેઓ સમાજને તોડવાની વૃત્તિઓથી સાવધ રહેજા. જા આપણે સંગઠિત રહીશું તો સુરક્ષિત રહીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદી પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી પહેલા કાશ્મીરમાં બાબા સાહેબના બંધારણ સાથે દગો કર્યો. સમગ્ર દેશે બાબા સાહેબના બંધારણનો સ્વીકાર કર્યો. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ કાશ્મીરમાં કલમ ૩૭૦ દ્વારા અલગ કાયદો રજૂ કર્યો. કાશ્મીરમાં આપણા Âત્રરંગાની જગ્યાએ અલગ ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરના દલિતોને કોઈ અધિકાર આપ્યો નથી. કાશ્મીર આટલા દાયકાઓ સુધી આતંકવાદની આગમાં સળગતું રહ્યું, ત્યાં અલગતાવાદ ખીલતો રહ્યો. ૭૫ વર્ષ સુધી આ દેશમાં બે બંધારણ હતા તે દેશને જાણવા પણ દેવામાં આવ્યું ન હતું.