મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે તેમના દક્ષિણ પશ્ચિમ મતવિસ્તારમાં રેલી યોજીને જનતાને સંબોધિત કરી હતી. રેલી દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમને જનતાની સારી ટકાવારી મળી રહી છે. તેમણે કહ્યું કે અહીંના લોકો તેમને છઠ્ઠી વખત ચૂંટશે. તેમણે કહ્યું કે જનતા તેમના દ્વારા કરવામાં આવેલા કામને પ્રેમ આપી રહી છે.
કોંગ્રેસના મેનિફેસ્ટો પર ટિપ્પણી કરતા રાજ્યના ડેપ્યુટી સીએમએ કહ્યું કે કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ એટલો ખરાબ છે કે કોઈને તેમના પર વિશ્વાસ નથી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેમણે જ્યાં પણ વચન આપ્યું છે, તે પાછું ખેંચી લીધું છે અને કોઈ તેમના પર વિશ્વાસ કરશે નહીં.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેની આદિત્યનાથ પરની ટિપ્પણી પર તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે કોંગ્રેસ પાર્ટી અને મલ્લીકાર્જુન ખડગેને ભગવો પસંદ નથી, તેઓ ભગવાનની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે આ સનાતનનો ભગવો છે, આ ભારતનો ભગવો છે, આ હિન્દુત્વનો ભગવો છે, તેને કોઈ રોકી શકશે નહીં.
અસદુદ્દીન ઓવૈસી પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે અસદુદ્દીન ઓવૈસી રઝાકારોનો વારસો આગળ ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે માતા-બહેનોની ઈજ્જત લૂંટનારા રઝાકારોનું પ્રતિનિધિત્વ કરનારા આ ઓવૈસી અમને શું શીખવશે? તેમણે વધુમાં કહ્યું કે ઓવૈસીને કંઈ ખબર નથી, થોડો અભ્યાસ કરો, દેશનું ૫૨% રોકાણ મહારાષ્ટ્રમાં છે હૈદરાબાદમાં નહીં.
રાજ્યના ડેપ્યુટી સીએમએ કહ્યું કે શરદ પવારે શાંતિથી બેસી રહેવું જાઈએ નહીં, તેઓ (શરદ પવાર) પણ શાંતિથી બેસી શકતા નથી. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે સત્તા બદલવી તેમના હાથમાં નથી, તે લોકોના હાથમાં છે. દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે મરાઠાઓ ભારતીય જનતા પાર્ટી સાથે છે,ઓબીસી અમારી સાથે છે, એસસી/એસટી અમારી સાથે છે, જનતા અમારી સાથે છે.
મહારાષ્ટÙના નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે ગઈ કાલે અમિતભાઈએ સ્પષ્ટ કર્યું છે કે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન છે, તેમના નેતૃત્વમાં સરકાર ચાલે છે. તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી બાદ ફરીથી મુખ્યમંત્રીની પસંદગી કરવાની છે, ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય કરશે.