મુસ્લીમ સમુદાય સંબંધિત ટિપ્પણી અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ વાત કહી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ભલે કોઈને ‘મિયાન-તિયાન’ અથવા ‘પાકિસ્તાની’ કહેવું સારું ન લાગે, પરંતુ આવા કેસ ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૮ હેઠળ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ગુનો નથી બનતો. સુપ્રીમ કોર્ટે તેના એક નિર્ણયમાં આ ટિપ્પણી કરી છે. આ જોગવાઈ હેઠળ આરોપીને નિદોર્ષ જાહેર કરતી વખતે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ ટિપ્પણી અયોગ્ય હોવા છતાં, ફોજદારી કાયર્વાહી માટેની કાનૂની જરૂરિયાતને પૂર્ણ કરતી નથી.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે ૧૧ ફેબ્રુઆરીએ આ ચુકાદો આપ્યો હતો. આરોપી પર આરોપ હતો કે તેણે એક સરકારી કમર્ચારીને પોતાની ફરજ બજાવતી વખતે ‘પાકિસ્તાની’ કહ્યો હતો.
આ કેસ ચાસ સ્થિત સબ-ડિવિઝનલ ઓફિસમાં ઉર્દૂ અનુવાદક અને કાયર્કારી કારકુન (માહિતી અધિકાર) દ્વારા દાખલ કરાયેલી હ્લૈંઇ સાથે સંબંધિત હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઅરજી અંગે માહિતી આપવા માટે અપીલકર્તાને મળવા ગયો ત્યારે આરોપીએ તેના ધમર્નાે ઉલ્લેખ કરીને તેની સાથે ગેરવર્તન કર્યું. સત્તાવાર ફરજા નિભાવવાથી રોકવા માટે ગુનાહિત બળનો પણ ઉપયોગ કર્યો.
આ પછી અનુવાદકે આરોપી વિરુદ્ધ હ્લૈંઇ નોંધાવી. તપાસ બાદ, ટ્રાયલ કોર્ટે આરોપીઓ સામે આઇપીલીની કલમ ૩૫૩ (જાહેર સેવક પર હુમલો અથવા ગુનાહિત બળ) અને ૫૦૪ (ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ આરોપો ઘડવાનો આદેશ પણ આપ્યો.
ઝારખંડ હાઈકોર્ટે આરોપીની કાયર્વાહી રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. હાઈકોટર્ના આદેશ સામે તે વ્યક્તિની અરજી પર સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટની બેન્ચે તેને ઈરાદાપૂર્વકના અપમાનના ગુનામાંથી મુક્ત કર્યો અને કહ્યું કે કલમ ૩૫૩ સિવાય, “તેના તરફથી એવું કોઈ કૃત્ય કરવામાં આવ્યું નથી જેનાથી શાંતિનો ભંગ થઈ શકે”. કોર્ટે કહ્યું, “અમે હાઈકોટર્ના આદેશને રદ કરીએ છીએ જેણે નીચલી કોટર્ના આદેશને સમર્થન આપ્યું હતું.” અમે અપીલકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સ્વીકારીએ છીએ અને અપીલકર્તાને તેમના પર લગાવવામાં આવેલા ત્રણેય આરોપોમાંથી મુક્ત કરીએ છીએ.”
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૩ હેઠળ આરોપને ટકાવી રાખવા માટે હુમલો અથવા બળનો ઉપયોગ કરવાના કોઈ પુરાવા નથી. કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિને ‘મિયાન-તિયાન’ અને ‘પાકિસ્તાની’ કહેવું ખોટું હશે પરંતુ તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ગુનો ગણવામાં આવશે નહીં. કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૮ (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી શબ્દો બોલવા વગેરે) હેઠળના આરોપમાંથી એક વ્યક્તિને નિદોર્ષ જાહેર કર્યો.