રાજસ્થાનના કોચિંગ સિટી તરીકે ઓળખાતા કોટામાં આ વર્ષે પણ વિદ્યાર્થીઓની આત્મહત્યાનો સિલસિલો ચાલુ છે. છેલ્લા ૨૨ દિવસમાં પાંચ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. તાજેતરનો કેસ ૨૨ જાન્યુઆરીનો છે, કોટામાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા નીટ યુજીની તૈયારી કરી રહેલા ૨૪ વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતક વિદ્યાર્થી અમદાવાદ ગુજરાતનો રહેવાસી જાણવા મળ્યું છે. કોટામાં રાજીવ ગાંધીનગરમાં વિદ્યાર્થિનીએ ટૂંકાવ્યું જીવન છે. મૂળ અમદાવાદની નિવાસી અફસાએ આપઘાત કર્યો છે. યુવતી નીટ પરિક્ષાની તૈયારી કરતી હતી. છેલ્લા ૬ મહિનાથી કોટામાં તૈયારી કરતી હતી. અફસા શેખે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. જવાહર નગર પોલીસ સ્ટેશનના અધિકારી રામ લક્ષ્મણ ગુર્જરે જણાવ્યું કે જ્યારે અમદાવાદના વિદ્યાર્થિની સવારે ૯ વાગ્યા સુધી રૂમનો દરવાજા ખોલતો નહોતો, ત્યારે અન્ય લોકોને શંકા ગઈ. દરવાજા ખોલતાં જ વિદ્યાર્થી તેના પીજી રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે પરિવારજનોને જાણ કરી છે અને તેઓ કોટા પહોંચ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જાન્યુઆરીના માત્ર ૨૨ દિવસમાં કોટામાં આત્મહત્યાની આ પાંચમી ઘટના છે. ૭ જાન્યુઆરી: મહેન્દ્રગઢ (હરિયાણા)નો નીરજ જાટ ત્નઈઈની તૈયારી કરી રહ્યો હતો. તેણે હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી.,૮ જાન્યુઆરીઃ ગુના (મધ્યપ્રદેશ)નો અભિષેક જેઇઇનો વિદ્યાર્થી પીજીમાં પંખાથી લટકતો મળી આવ્યો હતો.,૧૬ જાન્યુઆરીઃ ઓરિસ્સાના અભિજીત ગિરી, જેઇઇના વિદ્યાર્થીએ તેની હોસ્ટેલમાં આત્મહત્યા કરી.,જાન્યુઆરી ૧૭ઃ બુંદીના એક વિદ્યાર્થીએ બારી સાથે લટકીને આત્મહત્યા કરી.૨૨ જાન્યુઆરીઃ અમદાવાદની ૨૪ વર્ષની વિદ્યાર્થીનીએ પંખાથી લટકીને આત્મહત્યા કરી. દેશનું સૌથી મોટું કોચિંગ હબ ગણાતું કોટા વિદ્યાર્થીઓ પર વધી રહેલા શૈક્ષણિક દબાણ અને માનસિક તણાવને કારણે સમાચારમાં રહે છે. વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી જતી સંખ્યાએ કોચિંગ ઉદ્યોગ અને વાલીઓમાં ચિંતા વધારી છે. વિદ્યાર્થીઓ પર વધી રહેલા માનસિક અને શૈક્ષણિક દબાણને ઘટાડવા માટે, કોચિંગ સંસ્થાઓ, વાલીઓ અને વહીવટીતંત્ર સાથે મળીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાઓ શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવાની અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ગંભીર જરૂરિયાત દર્શાવે છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૪માં કોટામાં કુલ ૧૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જ્યારે વર્ષ ૨૦૨૩માં કુલ ૨૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ગંભીર સ્તિથિને જોતા પોલીસ પ્રશાસન દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા હતા. હોસ્ટેલના રૂમમાં એન્ટી હેંગિંગ ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા, આ સિવાય વિદ્યાર્થીઓ માટે એક હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો હતો, જેના દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ સમસ્યા માટે પ્રશાસન સાથે વાત કરી શકે છે.