ભાવનગર મુકામે ફીટ ઇન્ડિયા અંતર્ગત ઓલ ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં કોડીનારમાંથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં કોડીનાર તાલુકાનો દબદબો રહ્યો હતો. જેમાં નરસિંહભાઇ જાદવે ૬૫ + ઉંચીકુદમાં ગોલ્ડ અને ચક્રફેંકમાં સિલ્વર, નવઘણભાઈ દાઇમા પાંચ કિલોમીટર વોકિંગમાં સિલ્વર, રણજીતસિંહ ગોહિલ ૧૦૦, ૨૦૦ મીટર અને લાંબી કુદમાં ગોલ્ડ મેડલ અને નરેન્દ્રસિંહ ગોહિલ ૫૦૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. આ ઉપરાંત ૧૫૦૦ મીટરમાં સિલ્વર મેડલ અને જયેશ ગોહિલએ હેમર થ્રો અને ગોળાફેકમાં ગોલ્ડ, રોહિતસિંહ ગોહિલે બરછી ફેકમાં ગોલ્ડ મેડલ મેળવી કોડીનાર તાલુકા તેમજ સમગ્ર નાઘેર પંથકનું ગૌરવ વધાર્યું છે.