કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામથી ૨૦ વર્ષ પહેલાં બિલિમોરા-સોમનાથ, તલોદ-સોમનાથ, મોડાસા-કોટડા જેવી લાંબા અંતરની એક્સપ્રેસ બસો તથા કોડીનારથી અમરેલીની છ લોકલ બસો તથા કોડીનારથી ભાવનગર વાયા અમરેલી, શિહોરની લોકલ બસની સુવિધા મળતી હતી. તાલુકા કક્ષાએ એસટી ડેપો ન હોવા છતાં પણ જ્યારે કોડીનાર ખાતે ડેપો બનતા સુવિધાઓ વધવાના બદલે ઘટી ગઇ છે. જંગલનાં ખરાબ રસ્તાનું બહાનું કાઢીને બસો બંધ રાખવામાં આવે છે. આથી ઘાંટવડ પંથકની પ્રજા વતી
જાગૃત નાગરિક શબીરભાઈ સેલોતે કોડીનારમાં ડેપો મેનેજરને રૂબરૂ મળીને કોડીનાર, અમરેલી વાયા ઘાંટવડ જામવાળા રૂટની સવારે સાડા છ, બપોરે બાર તથા સાંજના ચાર વાગ્યાની બસ તથા કોડીનાર ભાવનગર વાયા જામવાળા અમરેલી શિહોર રૂટની બંધ બસ સેવાઓ પુનઃ શરૂ કરવા માંગણી કરી છે.
આ ઉપરાંત કોડીનાર-રાજકોટ વાયા ઘાંટવડ જામવાળા, અમરેલી લોકલ ઈન્ટરસીટી બપોરે બે વાગ્યે તથા કોડીનારથી વાપી વાયા ઘાંટવડ જામવાળા ગીરગઢડા ધોકડવા અમરેલી વલભીપુર ધંધુકા વડોદરા સુરતની નવી બસ સેવાઓ શરૂ કરવા આવેદનપત્ર આપેલ છે.